અકસ્માતમાં બેદરકારીને લઈને જે નવી માહિતી સામે આવી છે તે હવે અનેક સવાલો ઉભા કરી રહી છે.
(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૮
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ટ્રેન દુર્ઘટનાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. દુર્ઘટનાની થોડી મિનિટો પહેલા જ રેલવે કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. આમ છતાં ઘોર બેદરકારી દાખવવામાં આવી અને કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન અકસ્માતનો શિકાર બની. આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં ૧૦ લોકોના મોત થયા હતા અને ૬૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતમાં બેદરકારીને લઈને જે નવી માહિતી સામે આવી છે તે હવે અનેક સવાલો ઉભા કરી રહી છે.અકસ્માત અંગે જે નવી માહિતી બહાર આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે રેલ્વેએ રંગપાણી સ્ટેશન અને ચત્તેરહાટ સ્ટેશન વચ્ચે ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમમાં ખામી અંગે બંને ટ્રેનોના લોકો પાયલટ (ડ્રાઈવર)ને પહેલાથી જ જાણ કરી દીધી હતી. . રેલવે દ્વારા સોમવારે સવારે ૮.૦૫ વાગ્યે આ બે સ્ટેશનો પર સિગ્નલ ફેલ થવા અંગે લેખિત નોંધ એટલે કે મેમો પણ જારી કરવામાં આવ્યો હતો.બંને ટ્રેનોને અલગ-અલગ સમયે મેમો આપવામાં આવ્યા હતા. આ મેમો સોમવારે સવારે ૮ઃ૨૦ વાગ્યે કંચનજંગા એક્સપ્રેસને જારી કરવામાં આવ્યો હતો. આ જ મેમો સવારે ૮ઃ૩૫ વાગ્યે માલસામાન ટ્રેનને આપવામાં આવ્યો હતો. આ મેમો રંગપાની સ્ટેશન માસ્ટર દ્વારા બંને ટ્રેનોને જારી કરવામાં આવ્યો હતો.સોમવારે સવારે ૮ઃ૦૫ વાગ્યે સિગ્નલ નિષ્ફળતા વિશે બંને ડ્રાઇવરોને એક મેમો જારી કરવામાં આવ્યો હતો અને ૫૦ મિનિટ પછી, કંચનજંગા એક્સપ્રેસને એક ઝડપી માલ ટ્રેને પાછળથી જારદાર ટક્કર મારી હતી. કંચનજંગા એક્સપ્રેસ સવારે ૮ઃ૫૫ વાગ્યે રંગપાની સ્ટેશનને પાર કરી હતી ત્યારે માલસામાન ટ્રેન સાથે અથડાવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી.તમને જણાવી દઈએ કે રેલ્વે કર્મચારીઓ દ્વારા નોંધ (મેમો)માં, જા ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કામ ન કરી રહી હોય, તો લોકો પાયલટને તમામ લાલ સિગ્નલ પાર કરવાની પરવાનગી આપવામાં આવે છે. આવી સ્થતિમાં સવાલ એ ઊભો થાય છે કે ગુડ્‌સ ટ્રેનના ડ્રાઈવરને મેમો ન મળ્યો હોય તો પણ તેણે દરેક ખરાબ સિગ્નલ પર એક મિનિટ માટે ટ્રેન રોકવી પડી હતી. આ સમયગાળા દરમિયાન ટ્રેનની સ્પીડ ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની રાખવાની હતી. આ ગુડ્‌સ ટ્રેનના ડ્રાઈવરે કર્યું ન હતું અને અકસ્માત સર્જાયો હતો.