તાજેતરમાં યોગ વેદાંત સમિતિ અમરેલી દ્વારા તુલસી પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જપમાળા પૂજન, ઋષિ પ્રસાદ સંમેલન, સાધક સ્નેહમિલન અને તુલસી પૂજન જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી શહેર સહિત આસપાસના વિસ્તારોના ભકતો દ્વારા તુલસી માતાની આરતી ઉતારી, પ્રસાદ ધરી અને પરિક્રમા કરી સંપૂર્ણ વિધિ સાથે તુલસી પૂજન કરવામાં આવ્યુ હતું.