(એ.આર.એલ),વોશિગ્ટન,તા.૨૧
૧૦મા આંતરરાષ્ટય યોગ દિવસ માટે દેશ-વિદેશમાંથી ઉત્સાહ જાવા મળી રહ્યો છે. અમેરિકન શહેર ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં પણ યોગને લઈને લોકોમાં એક અલગ જ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. અહીં હજારો યોગપ્રેમીઓ એકઠા થયા હતાં અને યોગ કર્યા હતાં. ટાઇમ્સ સ્ક્વેર ખાતે વિશેષ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જા કે ન્યુયોર્કમાં આકરી ગરમી હતી અને આકરી ગરમી છતાં યોગપ્રેમીઓનો ઉત્સાહ ઓછો થયો ન હતો. તમામ રાજ્યો અને પ્રદેશોના લોકો વહેલી સવારે અહીં પહોંચી ગયા હતા અને યોગ કરવા માટે સાદડીઓ બિછાવી હતી.યોગ પ્રશિક્ષક અને શ્વસન ધ્યાન શિક્ષક રિચા ઠેકણેએ ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત યોગ અને ધ્યાન સત્રનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું, ‘હું ખરેખર ખુશ છું કે આ વર્ષે યોગ દિવસની થીમ સ્વ અને સમાજ માટે યોગ છે. મને ખાતરી છે કે તે આજે અહીં અને અમેરિકાના અન્ય ભાગોમાં ભાગ લેનારા દરેકને પ્રેરણા આપશે. ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર જણાવ્યું હતું કે ન્યૂયોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર ખાતે ૧૦મો આંતરરાષ્ટÙીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, સાત યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ દેશોમાંથી લગભગ ૧૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. પ્રધાને સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગના ફાયદા તેમજ પ્રકૃતિ સાથે સુમેળ વધારવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.ભારતીય કોન્સ્યુલેટના અધિકારીઓ અને સ્ટાફ તેમજ ભારતીય ડાયસ્પોરાના સભ્યોએ પણ યોગ સત્રમાં ભાગ લીધો હતો.