પતંજલિ યોગપીઠ, હરિદ્વાર ખાતે સ્થાપિત નિરામયમ નેચરોપથી વેલનેસ સેન્ટરની મુલાકાત લઈને દ્ગઝ્રેંંના પ્રમુખ દિલીપભાઈ સંઘાણીએ નેચરોપથી અને યોગની અસરકારકતા વિશે પોતાના અનુભવો વ્યક્ત કર્યા છે. યોગગુરુ રામદેવજી અને આચાર્ય બાલકૃષ્ણજીના માર્ગદર્શન હેઠળ સંઘાણી અને તેમના પરિવારજનોએ એક અઠવાડિયાનો વેલનેસ પ્રોગ્રામ અનુભવ્યો હતો. સંઘાણીના મતે, આજના તણાવપૂર્ણ જીવનમાં નેચરોપથી જેવી વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓની તાતી જરૂરિયાત છે. નેચરોપથી એક એવી સારવાર પદ્ધતિ છે જે દર્દીની ઉંમર, જીવનશૈલી અને સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્રલક્ષી સારવાર આપે છે. આ પદ્ધતિમાં કુદરતી ઉપચારો અને વનસ્પતિ આધારિત આહાર પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. યોગને વૈશ્વિક ઓળખ મળી હોવાનું જણાવતા સંઘાણીએ ભારપૂર્વક કહ્યું કે, પ્રાચીન ભારતીય પરંપરાઓને પુનર્જીવિત કરવામાં પતંજલિ યોગપીઠનું યોગદાન અમૂલ્ય છે.