ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારમાં જન સુરાજને લઇને પોતાના પ્લાનનો ખુલાસો કરી દીધો છે. તેમણે નવી પાર્ટીની જાહેરાત તો નથી કરી પરંતુ તેમને નકારી પણ નથી. પ્રશાંત કિશોરે કહ્યું કે, તે બિહારના લોકો માટે કામ કરશે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ પ્રશાંત કિશોર દ્વારા કોંગ્રેસમાં જાડાવાનો ઈન્કાર કરી દીધો હતો. છેલ્લાં કેટલાંય સમયથી પ્રશાંત કિશોરના આગામી નિર્ણયને લઇને ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે. ત્યારે આજે પ્રશાંત કિશોરનો ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યો છે. જેમાં બિહારમાં આવવાની યોજના પાછળ એક નવી રાજનૈતિક વ્યવસ્થા ઉભી કરવા માટે જણાવીને ખળભળાટ મચાવ્યો છે. જેમાં યોગ્ય લોકો, યોગ્ય વિચાર અને સામૂહિક પ્રયત્નોથી સત્તામાં પરિવર્તન આવતું હોય તો ત્યાં અટકવું ન જાઈએ તેમ પ્રશાંત કિશોરે જણાવ્યું છે.
પ્રશાંત કિશોરે મહત્વની જાહેરાત કરતા જણાવ્યુ કે, તે બિહારના લોકોને મળશે અને તેમની સાથે વાત કરશે. તેમણે ૨ ઓક્ટોબરથી બિહારમાં ૩૦૦૦ કિલોમીટરની પદયાત્રાની જાહેરાત કરી છે, જેની શરુઆત ૨ ઓક્ટોબરે પશ્વમી ચંપારણથી થશે. સમગ્ર દેશમાં બિહાર સૌથી નીચા રેન્ક પર છે. સ્વાસ્થ્યથી લઈને રોજગાર અને શિક્ષણમાં પણ બિહારની હાલત ખૂબ જ ખરાબ છે. આ હું નથી કહી રહ્યો, પરંતુ ભારત સરકારના આંકડા કહી રહ્યા છે.
તમે કોને જન સુરાજ માનો છો? આ સવાલનો જવાબ આપતા પ્રશાંત કિશોરે જણાવ્યું છે કે દરેક પક્ષ કે વ્યમીક્ત કહે છે કે હું જે કહું છું તે સુરાજ છે, કોઈ ગુજરાત મોડલને સુરાજ કહે છે, કોઈ કહે છે કે દિલ્હીમાં સુરાજ છે, કોઈ કહે છે કે બિહારમાં સુરાજ છે, હું કહું છું. જે જનતાના ધોરણો પર ઊભો રહે છે, તે સુરાજ છે, મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જા તેનો લાભ હરોળમાં ઊભેલા છેલ્લા વ્યમીક્ત સુધી ન પહોંચે તો તે સુરાજ નથી.
બિહારમાં અમુક રસ્તાઓ બન્યા..વીજળી આવી છે, પરંતુ ગામમાં શાળા નથી, હોમીસ્પટલમાં ડાક્ટર નથી તો શું સુશાસન…અમે જન સુશાસન નામ રાખ્યું છે એટલે કે લોકોના હિસાબથી જે ગુડ ગવર્નેંસ હોય તેણે ગુડ ગવર્નેંસ માનવામાં આવે.. પ્રજાના હિસાબે સુશાસન હોવું જાઈએ.
તેમણે જણાવ્યું હતું કે, અમારો સમગ્ર પ્રયાસ છે કે નવી રાજકીય વ્યવસ્થા બનાવવાનો છે, યોગ્ય લોકો, યોગ્ય વિચારસરણી, સામૂહિક પ્રયાસ, તેના પર આધારિત છે. બિહારમાં યોગ્ય વ્યમીક્ત તે છે જે અહીંની ધરતી સાથે સંબંધિત છે, જેનું ભવિષ્ય બિહારની સમૃદ્ધિ અને દુર્દશા સાથે જાડાયેલું છે, યોગ્ય વ્યમીક્ત તે છે જે બિહારને બદલવાનો જુસ્સો ધરાવે છે. બિહારનું પછાતપણું કોઈ એક પક્ષને કારણે નથી, બિહાર ૬૦ના દાયકાથી પાછળ જઈ રહ્યું છે, રાજકીય અમીસ્થરતા પણ એક કારણ છે.
પ્રશાંત કિશોરે ઉમેર્યું હતું કે, લાલૂ યાદવની પાર્ટી જણાવી રહી છે કે બિહારમાં સામાજિક ન્યાય થયો છે. નીતિશે વિકાસ કર્યો, લાલૂ જણાવી રહ્યા છે કે હજુ પણ બિહાર પછાત રાજ્ય છે, દેશમાં બેરોજગારી હોય, ભૂખમરો હોય કે સ્થળાંતર હોય, એ વાત સાચી છે કે બિહારમાં નવી વિચારસરણીની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, બિહારને વિશેષ દરજ્જાથી આખી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. નીતિશ કુમાર હજી સુધી વિશેષ દરજ્જા કેમ નથી લઈ શક્યા, વિશેષ દરજ્જાની માંગને લઈને ઁસ્ સાથે કેટલી વખત બેઠક થઈ હતી, માત્ર ખાના પૂરતી જ છે, ૨૦૧૩ પછી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.
પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં એક બેઠક માટે એક કલાકની બેઠક હોય છે, પરંતુ ચોક્કસ રાજ્ય માટે દિલ્હીમાં કેમ નથી બેસતા? નીતીશ કુમારે બિહારમાં જે ઝડપે વધવો જાઈએ તે ઝડપી કરેલો વિકાસ પૂરતો નથી. બિહારનો તે રીતે વિકાસ થયો નથી. સાત નિર્ધારણની કલ્પના કરવામાં આવી હતી, સાત નિર્ધારણ યોજનામાં બેરોજગારી ભથ્થાની વાત કરવામાં આવી હતી. જા પટનામાં ગલી ગલીની મીસ્થતિ સારી નથી તો બાકીના બિહારની મીસ્થતિ શું હશે?
પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, ૩ મહિનામાં સાત નિર્ણયો પર શ્વેતપત્ર લાવશે. સાત નિશ્ચય યોજના હાલ બિહારમાં નિષ્ફળ છે. બિહારમાં દિલ્હી કરતાં ઓછી વીજળીનો વપરાશ છે. જા નીતીશ કુમારે વીજળી અને રસ્તા આપ્યા છે તો બિહારની જનતા પર કોઈ ઉપકાર નથી કર્યો. જનતાએ તેમને ૧૭ વર્ષ સુધી મુખ્યમંત્રી બનાવ્યા છે.
પ્રશાંત કિશોરને નીતિશ કુમાર સાથે કેવા સંબંધ છે, તેના પર વાત કરતા જણાવ્યું હતું કે, હાલ સારા સંબંધો છે. સૌજન્ય રૂપે નીતિશ કુમારને દિલ્હીમાં મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ૩૦ વર્ષમાં સામાજિક ન્યાય અને વિકાસ થયો પરંતુ હજુ પણ બિહારની હાલત ખરાબ છે. બિહારમાં સામૂહિક પ્રયાસોથી જ સુશાસન આવશે. બિહારના લોકો સાથે મળીને બેસીએ. જા પક્ષ બનશે તો પાર્ટી બનાવીશું. આગામી ૧૫ વર્ષ માટે બ્લુ પ્રિન્ટ બનાવીશું. બિહારમાં જા ૧૦૦ સારા ધારાસભ્યો બનશે ત્યારે વ્યવસ્થા બદલાશે. જા રાજ્યમાં એક સાચો
માર્ગદર્શક મળશે તો તેનાથી વ્યવસ્થા બદલાશે. એક પક્ષ એક વ્યમીક્ત બદલવાથી વ્યવસ્થા બદલાશે નહીં.
પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના આદર્શથી હું આઝાદી પહેલા કોંગ્રેસથી પ્રેરિત છું, કોંગ્રેસમાં જે વ્યવસ્થા હતી તેમાં તમને તમારી ક્ષમતા મુજબ કંઈક કરવાનો મોકો મળતો હતો. આઝાદી પહેલા કોઈ પરિવાર અને જ્ઞાતિનો પક્ષ નહોતો. ભારતની લોકશાહીમાં પરિવારવાદ ચાલી રહ્યો છે. સચ્ચાઈ ખોવાઈ ગઈ છે. મોટાભાગના પક્ષો પરિવારની આસપાસ ચાલે છે. તેથી જ હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે જો તમે સાથે આવો તો તે થઈ શકે છે. જા કોંગ્રેસને બદલવી હશે તો આઝાદી પહેલાનું કોંગ્રેસનું મોડલ લાવવું પડશે. મહાત્મા ગાંધીની ઈચ્છા ન હોવા છતાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડ્યા. પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું હતું કે, મારો પ્રયાસ પણ બિહારમાં નવી સિસ્ટમ બનાવવાનો છે. બિહાર રાજકીય રીતે પ્રબુદ્ધ લોકોનું સ્થાન છે,