વિધાનસભા ચૂંટણીમાં ઝળહળતી સફળતા મેળવ્યા બાદ યુપીની યોગી સરકારે આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બજેટ રજૂ કર્યું હતું.આ દરમિયાન નાણામંત્રી સુરેશ ખન્નાએ કોરોના અને ખેડૂતો જેવા મુદ્દે વાત કરી હતી તેમણે કહ્યું કે કોરોના જેવી મહામારી સામે મજબૂતાઈથી લડ્યા છીએ. શેરડીના ખેડૂતોને રેકોર્ડબ્રેક ચૂકવણી કરવામાં આવી. આ ઉપરાંત ક્રાઈમ મુદ્દે વાત કરતા તેમણે કહ્યું કે સરકારે ક્રાઈમ માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવેલી છે.
અત્રે જણાવવાનું કે રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે બજેટ લગભગ ૬.૧૫ લાખ કરોડ જેટલું ભારે ભરખમ બજેટ રજૂ થયું છે. નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં યુપીએ કોવિડ મહામારી સામે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની સૂજબૂજ સાથે કામકાજ કર્યું. આવા સમયે જ નેતૃત્વની ઓળખ થાય છે. આવા સમયમાં જ બંને નેતાઓની વૈશ્વિક સ્તરે ઓળખ થઈ છે. તેમણે કહ્યું કે અમારી સરકારે ખેડૂતોના ઋણમોચનનું કામ કર્યું. અત્યાર સુધીમાં ૧ લાખ ૭૨ હજારથી વધુનું શેરડીના ખેડૂતોને ચૂકવણી થઈ. તેમણે કહ્યું કે રાજ્યમાં જનતાને એક કરોડ ૪૧ લાખ વીજળીના મફત કનેક્શન અપાયા છે. યુપીમાં ૩ જૂને રોકાણકારની સમિટ થવાની છે.
બજેટમાં જે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે તેમાં – યુપીમાં જલદી ૫ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનીને તૈયાર થશે. .- ધાર્મિક આયોજનો પર વિશેષ ભાર મૂકાયો છે. પ્રયાગરાજમાં થનારા પૂર્ણ કુંભના આયોજનની અત્યારથી તૈયારીઓ. બે વર્ષ બાદ થનારા આ આયોજન પર નાણાકીય વર્ષમાં ૧૦૦ કરોડની બજેટ જાગવાઈ. અયોધ્યાના સૂર્યકૂંડના વિકાસ માટે ૧૪૦ કરોડ રૂપિયાની જાગવાઈ. .- ખેડૂતોના દુર્ઘટનાવશ મોત કે દિવ્યાંગતા સ્થિતિમાં વધુમાં વધુ ૫ લાખ રૂપિયાની જાગવાઈ છે. આ વખતે બજેટમાં આ હેતુસર ૬૫૦ કરોડની ફાળવણી. .- ૧૫૦૦૦ સોલર પંપ સ્થાપવામાં આવશે. – ધાન માટે ટેકાના ભાવ ૧૯૪૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને ધાન ગ્રેડ એનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય ૧૯૬૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયું. ઘઉ માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય ૨૦૧૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નિર્ધારિત.- વૃદ્ધાવસ્થા પેન્શન ૫૦૦થી વધારી ૧૦૦૦ કરાયું.- ૧૪ મેડિકલ કોલેજા માટે ૨૧૦૦ કરોડની જાગવાઈ.- મેરઠ-પ્રયાગરાજ ગંગા એક્સપ્રેસ વે માટે ૬૯૫ કરોડની જાગવાઈ.- કાશી વિશ્વનાથ રાજઘાટ પુલ માટે ૫૦૦ કરોડની જાગવાઈ- બુંદેલખંડ એક્સપ્રેસ વે, ડિફેન્સ કોરિડોર કિનારે વિકાસ કાર્યો થશે. – નમામિ ગંગેમાં જળજીવન મિશન માટે ૧૯૫૦૦ કરોડથી વધુ પ્રસ્તાવિત- જિલ્લા સ્તરે સાઈબર હેલ્પ ડેસ્કની સ્થાપના કરાશે. મહિલા સામર્થ્ય યોજના માટે ૭૨.૫૦ કરોડ રૂપિયાની જાગવાઈ. – ૫ વર્ષમાં ૪ લાખ નોકરી આપવાનું લક્ષ્યાંક – માધ્યમિક શાળામાં ૭૫૪૦ પદો પર ભરતી કરાશે. મેડિકલ કોલેજામાં ૧૦ હજાર પદ ભરાશે. – કલ્યાણ સિંહના નામે ગ્રામ ઉન્નતિ યોજના ચાલશે. જે હેઠળ ગામડાઓને સોલર લાઈટ મળશે. – કાનપુર મેટ્રો રેલ માટે ૭૪૭ કરોડનું બજેટ – આગ્રા મેટ્રો રેલ માટે ૫૯૭ કરોડનું બજેટ ફાળવણી – દિલ્હી-ગાઝિયાબાદ- મેરઠ કોરિડોરને ૧૩૦૬ કરોડની ફાળવણી – બનારસ-ગોરખપુરમાં પણ મેટ્રો દોડશે – બુંદેલખંડમાં ગ્રીન એનર્જી કોરિડરનું નિર્માણ -પીએમ ગ્રામ સડક યોજના માટે ૭૩૭૩ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું કે પ્રદેશમાં આતંકી ઘટનાઓને રોકવા માટે એટીએસ સેન્ટરની સ્થાપના કરવાની કામગીરી થઈ રહી છે. પ્રદેશમાં ૧.૪૧ કરોડ વીજ કનેક્શન અપાયા. રોકાણથી પાંચ લાખ રોજગાર ઉત્પન્ન કરાયા. ૧૫ કરોડ ખેડૂતોને મફત રાશન અપાયું. યુપીમાં ફિલ્મ સિટીના નિર્માણની યોજના પર કામ ચાલુ છે.