યુવાનોને અગ્નિપથ યોજના વિશે જોગૃત કરવા માટે, યુપી સરકાર ડિસ્ટ્રીક્ટ આર્મી વેલ્ફેર બોર્ડની મદદ લઈ રહી છે. તેના દ્વારા ભૂતપૂર્વ સૈનિકો યુવાનોની વચ્ચે જઈને તેમને અગ્નિપથ યોજનાની બારીકાઈઓ સમજોવી રહ્યા છે. મળતી માહિતી મુજબ સીએમ યોગી આદિત્યનાથના નિર્દેશો બાદ પોલીસ પ્રશાસન વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ ચલાવી રહ્યું છે. આ અંતર્ગત આર્મી વેલ્ફેર બોર્ડનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને યુવાનોને સમજોવવા માજી સૈનિકોની મદદ લેવામાં આવી રહી છે.
પ્રશાંત કુમાર, એડીજી (કાયદો અને વ્યવસ્થા) અનુસાર, સંરક્ષણ પરીક્ષાઓ માટે કોચિંગ આપતા ઘણા કોચિંગ સેન્ટરોએ પણ યુવાનોને હિંસાનો આશરો ન લેવાની અપીલ કરી છે. એડીજીના જણાવ્યા અનુસાર, જો કોઈ સેન્ટર વિદ્યાર્થીઓને ઉશ્કેરતું જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.કુમારે કહ્યું કે વહીવટીતંત્રે એવા વિસ્તારોની ઓળખ કરી છે જ્યાં સંરક્ષણ સેવાઓમાં ઘણી ભરતી છે. તે સ્થળોએ ભૂતપૂર્વ સૈનિકો અને જિલ્લા અધિકારીઓ ઉમેદવારોને શિક્ષણ આપી રહ્યા છે.
કમાન્ડર રવિન્દર સિંહ ટીઓટિયા, જિલ્લા આર્મી કલ્યાણ અધિકારી, બલિયાના જણાવ્યા અનુસાર, જોગૃતિ કાર્યક્રમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભૂતપૂર્વ સૈનિકોની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. ટીઓટિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં લગભગ ૧૩,૦૦૦ ભૂતપૂર્વ સૈનિકો છે. દરમિયાન, શુક્રવાર અને શનિવારે રાજ્યના કેટલાક ભાગોમાં થયેલી હિંસા- આગચંપી અને તોડફોડની ઘટનાઓના સંબંધમાં પોલીસે ૪૭૫ લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી ૩૩૦ લોકોની ગંભીર કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. કુમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને ખાનગી સંપત્તિને થયેલ નુકસાન પણ આ લોકો પાસેથી વસૂલવામાં આવશે.