દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધન પહેલા, ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મોટી જાહેરાત કરી છે. દર વખતની જેમ આ વખતે પણ યોગી સરકારે યુપી રોડવેઝ બસોમાં બહેનોની મુસાફરી ત્રણ દિવસ માટે મફત કરી છે. રક્ષાબંધન નિમિત્તે, આ સુવિધા ૮ ઓગસ્ટે સવારે ૬ વાગ્યે શરૂ થશે અને ૧૦ ઓગસ્ટની મધ્યરાત્રિ ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો, ૮ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ સુધી, યુપી રોડવેઝ બસોમાં માતાઓ અને બહેનોની મુસાફરી મફત રહેશે.
મહિલાઓને (ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ) અને શહેરી બસ સેવાની બધી બસોમાં મફત મુસાફરી કરવાનો મોકો મળશે.
આ સંદર્ભમાં, યોગી આદિત્યનાથ ઓફિસ હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “રક્ષાબંધન નિમિત્તે, ૮ ઓગસ્ટના રોજ સવારે ૬ વાગ્યાથી ૧૦ ઓગસ્ટના રોજ બપોરે ૧૨ વાગ્યા સુધી બસો અને સિટી બસ સેવા બસોમાં માતાઓ અને બહેનો માટે મફત મુસાફરીની વ્યવસ્થા રહેશે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પૂરતી સંખ્યામાં બસો દોડાવવી જોઈએ. શહેરી વિસ્તારોમાં ક્યાંય ટ્રાફિક જામ ન હોવો જોઈએ. રાજ્ય ધોરીમાર્ગો અને અન્ય માર્ગો પર પેટ્રોલિંગ કરવું જોઈએઃ મુખ્યમંત્રી.”
હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રક્ષાબંધનને ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે તે ૯ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ભાઈના કાંડા પર બાંધેલી રાખડી તેનું રક્ષણ કરે છે અને ભાઈ પણ તેની બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે.





































