ઉત્તર પ્રદેશ, એક એવું રાજ્ય જેના માટે કહેવાય છે કે દેશની સત્તા જોઈએ તો યુપી તો જીતવું જ પડે. જેમા મોદી પછી ભાજપના બીજો નંબર સૌથી મોટા નેતાની કિસ્મત હવે દાવ પર છે ત્યારે જો યોગી આદિત્યનાથ જીતી જોય તો ઈતિહાસ રચાઇ જશે.
હાલમાં જ એક મીડિયાનાં કાર્યક્રમમાં યુપી સીએમ યોગી આદિત્યનાથે કહ્યું છે કે તે યુપીમાં રાજકારણનો રેકોર્ડ તોડવા માટે જ આવ્યા છે અને હું તો પાછો આવીશ જ. જે ક્યારેય નથી થયું તે હવે થશે. જોકે અખિલેશ યાદવને યુપીના આ રેકોર્ડ પર વિશ્વાસ છે અને કહી રહ્યા છે કે યોગી જઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં સત્તાનો ઈતિહાસ ખૂબ જ રોચક રહ્યો છે, રાજકારણમાં એક બીજોની ખુરશી ખેંચવામાં અહિયાના રાજકારણીઓએ પ્રજોનું હિત બાજુમાં મૂકીને સરકારો અÂસ્થર કરવામાં વધારે રસ બતાવ્યો છે. યુપીનાં ઈતિહાસમાં અડધી સરકારો અડધામાંથી જ પડી ભાંગી, અનેકવાર રાષ્ટ્રપતિ શાસન લગાવવાની નોબત આવી. યુપીમાં એક પાર્ટી ફરીથી બીજી વાર ચૂંટાઈને આવી હોય તેવું બન્યું છે પણ તેમાં પણ મુખ્યમંત્રી તો બદલાઈ જ ગયા હતા. ઉત્તર પ્રદેશનો ઈતિહાસ ૧૯૫૦થી જોવામાં આવે તો ત્યારથી જ આજ સુધી કોઈ મુખ્યમંત્રી સતત બીજી વાર સીએમ બન્યો નથી.
૧૯ માર્ચ ૨૦૨૦નાં રોજ યોગી આદિત્યનાથે એવો રેકોર્ડ બનાવ્યો જે આજ સુધી કોઈ ભાજપ મુખ્યમંત્રી કરી ન શક્યું. પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના કોઈ મુખ્યમંત્રીએ પોતાના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતા. નોંધનીય છે કે લાંબા સમય બાદ એવું બન્યું છે કે દેશ અને યુપી બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય. આ પહેલા જ્યારે કલ્યાણ સિંહ મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપ હાઇકમાંડ સાથે હંમેશા સંબંધો ખરાબ રહેતા. અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે કલ્યાણ સિંઘનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. જોકે યોગી આદિત્યનાથને તો મોદી અને શાહે જ યુપીમાં મોકલ્યા છે એવામાં યોગી સાથે સમન્વયને લઈને હાલ ભાજપમાં કોઈ વિવાદ નથી અને જો હવે ફરીથી ભાજપ જીતે તો યોગી જ મુખ્યમંત્રી બનશે તે પણ જોહેર કરી દેવામાં આવ્યું છે.
રામ મંદિર નિર્માણ આંદોલન જ ભાજપ માટે સત્તાનું કામ કરતું રહ્યું છે. ૧૯૯૦નાં દાયકામાં કલ્યાણ સિંઘ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી રહ્યા અને આખા રાજ્યમાં હિન્દુ હૃદય સમ્રાટ તરીકે ઓળખાતા હતા. વર્ષ ૧૯૯૨માં રામ મંદિર નિર્માણ આંદોલનમાં વિવાદિત ઢાંચાને પાડી દેવામાં આવી અને આ જ દિવસે કલ્યાણ સિંઘે રાજીનામું આપી દેવું પડ્યું હતું. તે સમયે ભારતના રાજકારણમાં બે જ નામ કેન્દ્રમાં હતાઃ અટલ બિહારી વાજપેયી અને કલ્યાણ સિંઘ. જોકે કલ્યાણ સિંઘ પણ ક્યારેય પોતાની ટર્મ પૂરી કરી ન શક્યા. ૧૯૫૦માં યુપીને ગોવિંદ વલ્લભ પંત સ્વરૂપે પહેલા સીએમ મળ્યા હતા, ૧૯૫૦થી ૧૯૬૭ સુધી ૧૭ વર્ષ કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી પરંતુ દર વખતે મુખ્યમંત્રી તો બદલાતા જ રહ્યા. ૧૯૫૪ બાદ ૧૯૬૦ સુધી સંપૂર્ણાનંદ સીએમ હતા.
વર્ષ ૧૯૮૯માં જનતા દળમાંથી મુલાયમ સિંઘ પહેલીવાર સીએમ બન્યા પણ એક જ વર્ષ સત્તા પર રહ્યા, બાદમાં સમાજવાદી પાર્ટી બનાવી અને ૧૯૯૩માં દોઢ વર્ષના મુખ્યમંત્રી બન્યા. વર્ષ ૨૦૦૩માં તેઓ ફરી મુખ્યમંત્રી બન્યા પણ ૨૦૦૭ જીતી ન શક્યા. બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી પણ ક્યારેય સતત બીજી વાર સત્તા પર આવી શક્યા નથી. ૧૯૯૫માં પહેલી વાર તેઓએ રાજ્યની કમાન સંભાળી પણ ખુરશી માત્ર ૧૩૭ દિવસ રહી અને સરકાર પડી ગઈ. ૧૯૯૭માં ફરી મુખ્યમંત્રી બન્યા અને આ વખતે છ મહિના સીએમ રહ્યા. ૨૦૦૨માં તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા પણ સત્તા ફરીથી ૨૦૦૩માં જતી રહી હતી. જોકે
૨૦૦૭થી ૨૦૧૨ સુધી તેમણે આખી ટર્મ પૂરી પણ ૨૦૧૨માં મુલાયમ સિંઘના દીકરા અખિલેશ યાદવે સત્તા સંભાળી અને માયાવતી હારી ગયા.
પીએમ મોદીની દેશમાં છવિ રહી છે, આજ સુધીના બધા પ્રધાનમંત્રીઓ અને રાજેનતાઓથી કઈક અલગ કરવું. નવા નવા રેકોર્ડ સ્થાપવા, જોકે હવે યોગી આદિત્યનાથ પણ આવો ઈતિહાસ રચી શકે છે કે કેમ તે યુપીની જનતાના હાથમાં છે. પણ જો યોગી આદિત્યનાથ પોતાની લોકપ્રિયતાના જોરે ફરી મુખ્યમંત્રી બની જોય તો યુપી અને દેશમાં યોગીનું કદ વધશે જ તે નક્કી છે.