યૂ ટ્યુબર એલ્વિશ યાદવને ઈડ્ઢએ સાપના ઝેરની પાર્ટી મામલે નવુ સમન્સ મોકલ્યું છે. ઈડીએ મની લાન્ડ્રીગ કેસમાં એલ્વિશ યાદવને સમન્સ મોકલીને ૨૩ જુલાઇએ પૂછપરછ માટે લખનૌ બોલાવ્યો છે. આ પહેલા ઈડ્ઢએ એલ્વિશ યાદવને નોટિસ મોકલીને ૮ જુલાઇએ પૂછપરછ માટે બોલાવ્યો હતો. જાકે, એલ્વિશે વિદેશમાં હોવાની વાત કહીને કેટલાક દિવસનો સમય માંગ્યો હતો. હવે ઈડીએ ૨૩ જુલાઇએ હાજર થવા સમન્સ મોકલ્યું છે.
આ પહેલા ઈડી આ વર્ષે મે મહિનામાં સાપના ઝેરના કેસમાં મની લાન્ડ્રીગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો, કારણ કે આ રેકેટમાં મોટી રકમ સામેલ હતી. ૧૭ માર્ચે એલ્વિશ યાદવને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
જાકે, પાંચ દિવસ બાદ તેને કોર્ટમાંથી રાહત મળી હતી. ઈડ્ઢના એક સીનિયર અધિકારીએ પૃષ્ટી કરી કે એજન્સીની લખનૌ બ્રાન્ચે ૨૩ જુલાઇએ એલ્વિશ યાદવને પૂછપરછ માટે બોલાવ્યો છે કારણ કે તેને પોતાના વિદેશ પ્રવાસનો હવાલો આપતા ૮ જુલાઇએ ઈડી સામે હાજર થઇ શકે તેમ નહતો.
એÂલ્વશ યાદવના નજીકના સહયોગી અને હરિયાણાના ગાયક રાહુલ યાદવ જેને ફાઝિલપુરિયાના નામથી ઓળખવામાં આવે છે. સોમવારે ઈડ્ઢની લખનૌ ઓફિસમાં કેટલાક કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ફાઝિલપુરિયાની પોતાના એક ગાયનમાં સાપનો ઉપયોગ કરવાને લઇને પૂછપરછ કરવામાં આવી હતી.
એલ્વિશ યાદવના અન્ય સહયોગીઓ ઈશ્વર યાદવ અને વિનય યાદવની પણ આ ઘટનામાં પૂછપરછ કરવામાં આવી છે. ૬ એપ્રિલે ગૌતમ બુદ્ધનગર પોલીસે ફરિયાદ નોંધ્યાના છ મહિના બાદ યાદવ અને સાત અન્ય વિરૂદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ૧૨૦૦ પાનાનો આરોપ દાખલ કર્યો હતો. આરોપમાં જણાવવામાં આવ્યું કે કઇ રીતે સાપની તસ્કરી કરવામાં આવી અને પાર્ટીમાં તેના ઝેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.