આખા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ને લઈને ચાલી રહેલી દલિલો વચ્ચે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) એટલે કે સીપીઆઇએમએ કોઝિકોડમાં રાષ્ટિય સેમિનારનું આયોજન કર્યું હતું. આ દરમિયાન યુસીસીએ યુનિફોર્મ સિવિલ કોડને સાંપ્રદાયિક હથિયાર ગણાવ્યો. આ સેમિનારની શરૂઆત પાર્ટી મહાસચિવ સીતારામ યેચુરીએ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં પાર્ટી નેતાઓ, મંત્રીઓ, ધાર્મિક નેતાઓએ હિસ્સો લીધો હતો.
સેમિનારને એક મહ¥વપૂર્ણ પહેલ બતાવતા કહ્યું કે,સીપીઆઇએમે નથી માનતી કે એકરૂપતા જ સમાન છે. પાર્ટી ન માત્ર પુરુષો અને મહિલાઓની રુચિ, પરંતુ જાતિ, પંથ અને લિંગના આધાર પર પણ સમાન અધિકારોની વકીલાત કરે છે. એ આવશ્યક છે કે કોઈ પણ સમુદાય કે વર્ગમાં વ્યક્તિગત કે પ્રથાગત કાયદામાં કોઈ પણ સુધાર વિશિષ્ટ સમુદાયોના પરામર્શથી અને બધાની લોકતાંત્રિક ભાગીદારી સાથે કરવો જાઈએ.
યુનિફોર્મ સિવિલ કોડ એક નારો છે, જે સાંપ્રદાયિક ધ્રુવીકરણને તેજ કરવા માટે છે, ન કે વાસ્તવમાં કોઈ એકરૂપતા હાંસલ કરવા માટે. વડાપ્રધાને કહ્યું કે, એક ઘરમાં બે કાયદા નહીં હોય શકે. આ બે કાયદા શું છે? એવા ઘણા અલગ-અલગ કાયદા છે જે આપણાં સંવિધાન દ્વારા માન્ય છે. જ્યારે તેઓ કહે છે કે બે કાયદા નહીં હોય શકે તો એ ખૂબ સ્પષ્ટ છે કે તેઓ વર્ષ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીને જાતા મુસ્લિમ સાંપ્રદાયિક ધ્રુવીકરણને તેજ કરવાની એક કવાયત છે.
સીતારામ યેચુરીએ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવવા, લવ જિહાદ કાયદો, ગૌરક્ષા નિયમ અને નાગરિક સંશોધન અધિનિયમના ઉદાહરણનો સંદર્ભ આપતા કહ્યું કે, આ બધા નિર્ણયોમાં દેશની મુસ્લિમ વસ્તીને ટારગેટ કરવામાં આવી છે. એટલે એ શંકા છે કે યુનિફોર્મ સિવિલ કોડનો ઉપયોગ સાંપ્રદાયિક ધ્રુવીકરણ માટે કરવામાં આવશે. ભાજપના રાજમાં છેલ્લા દશકમાં થયેલી ઘટનાઓના સંદર્ભમાં હજુ મજબૂત થઈ ગયું.
તેમણે યુનિફોર્મ સિવિલ કોડ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું પણ આહ્વાન કર્યું. સેમિનારમાં લગભગ બધા વક્તાઓએ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર દેશની વિવિધાતાને નષ્ટ કરવા, લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો પર હુમલો કરવા અને હિન્દુત્વ વિચારધારાને થોપવાનો આરોપ લગાવ્યો. સીતારામ યેચુરીએ કહ્યું કે, ભેદભાવપૂર્ણ કાયદાઓને આખા સમુદાયના પરામર્શથી સારા કરવા જાઈએ, ન કે ઉપરથી યુનિફોર્મ સિવિલ કોડ સોંપીને. ૨૧મી વિધિ આયોગે એ સ્પષ્ટ કરી દીધું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ આ સ્તર પર ન તો આવશ્યક છે અને ન તો વાંછનીય છે.