૩૧મી ઓક્ટોબરે દેશભરમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમરેલી ખાતે યુવા નેતા મનીષભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ સરદાર પાર્ક ખાતે ઉજવણી થઇ હતી. આ તકે સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરી અને તેઓના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, કૌશિકભાઈ વેકરીયા, ભાવેશભાઇ સોઢા, રેખાબેન મોવલીયા, મનીષાબેન રામાણી, સંજયભાઈ સોજીત્રા, મેહુલભાઇ રામાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.