ભારતનાં પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ફરી એકવાર મેદાનમાં વાપસી કરવાનો સંકેત આપ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરતી વખતે યુવીએ કહ્યું કે, હવે તેની બીજી ઇનિંગનો સમય આવી ગયો છે. યુવી સંકેત આપી રહ્યો છે કે, તે જલ્દી જ ફેન્સને મોટું સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છે. તેણે કહ્યું કે, આ સરપ્રાઈઝ મેળવવા માટે ચાહકોએ તેની સાથે સંપર્કમાં રહેવું પડશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ યુવરાજ સમગ્ર વિશ્વમાં ટી ૨૦ અને ટી૧૦ જેવી લીગમાં રમતા જાવા મળે છે.
યુવરાજે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે કહ્યું, ‘આ વર્ષનો તે સમય છે. તમે તૈયાર છો? શું તમારી પાસે આ માટે હિંમત છે? તમારા બધા લોકો માટે એક મોટું આશ્ચર્ય! મારી સાથે રહો!ર્ ૨૨ સેકન્ડની લાંબી ક્લિપમાં યુવરાજ ટેનિસ બોલથી રમતા જાવા મળે છે. ભૂતપૂર્વ કોચ અને કોમેન્ટેટર રવિ શાસ્ત્રીનો અવાજ વીડિયોનાં બેકગ્રાઉન્ડમાં સંભળાય છે, જે ૨૦૦૭ ્‌૨૦ વર્લ્‌ડકપમાં ઈંગ્લેન્ડ સામેની ઓવરમાં સ્ટુઅર્ટ બ્રોડની છ છક્કાનો છે. યુવરાજે અગાઉ ગયા મહિને નવેમ્બરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે લોકોની માંગ પર ફરીથી મેદાનમાં આવવા માટે તૈયાર છે. તેણે લખ્યું, ‘તમારી મંજિલ ભગવાન નક્કી કરે છે. હું જાહેર માંગ પર પીચ પર પાછો આવીશ, આશા છે કે ફેબ્રુઆરીમાં. અને આવી કોઈ લાગણી નથી. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર. તે મારા માટે ઘણો જરૂરી છે. ભારતીય ટીમને સપોર્ટ કરતા રહો. આ આપણી ટીમ છે અને સાચા ચાહકો મુશ્કેલ સમયમાં પણ ટીમને સાથ આપે છે.
યુવરાજે જૂન ૨૦૧૯માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેણે ૨૦૦૦ અને ૨૦૧૭ ની વચ્ચે ૪૦ ટેસ્ટ, ૩૦૪ વનડે અને ૫૮ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં અનુક્રમે- ૧૯૦૦, ૮૭૦૧ અને ૧૧૭૭ રન બનાવ્યા છે અને આંતરરાષ્ટ્રીય મેચોમાં ૯, ૧૧૧, ૨૮ વિકેટ લીધી છે. તે ૨૦૦૭માં ભારતની ટી ૨૦ વર્લ્‌ડકપ વિજેતા ટીમ અને ૨૦૧૧માં ૫૦ ઓવરનો વર્લ્‌ડકપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો.