બગસરામાં એક યુવતીને ફોનમાં મેસેજ કરવા મુદ્દે યુવક પર છરી વડે હુમલો કરી લોખંડના પંચ વડે મોઢા પર પ્રહાર કરવામાં આવ્યો હતો. આ અંગે સાહીભાઈ અસરફભાઈ ચોહાણ (ઉ.વ.૨૨)એ આફતાબ અનવરભાઈ ચૌહાણ તથા અરબાજ લાખાણી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે આફતાબ અનવરભાઈ ચૌહાણની કાકાની દીકરીને મોબાઈલમાં મેસેજ કર્યો હતો. જેનું મનદુઃખ રાખી તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ છરી વડે કપાળના ભાગે ઈજા પહોંચાડી હતી. ઉપરાંત લોખંડના પંચ વડે મોઢા પર ત્રણ ચાર ઘા મારી ઈજા કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.કે. વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.









































