સતત બે દિવસથી ચર્ચામાં આવેલા પંચમહાલ બોગસ લગ્ન નોંધણી કૌભાંડ કેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગોધરા શહેરાના ભદ્દાલા ગામના તલાટી દ્વારા બોગસ લગ્ન કરાવી આપવાના કૌભાંડનો રેલો હવે અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામ સુધી પહોંચ્યો છે. જ્યાં એક યુવકે યુવતીની ગેરહાજરીમાં જ બોગસ લગ્ન નોંધણી કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
લવ મેરેજ કરનાર યુવતીના મામાએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે કે, યુવકે યુવતીની ગેરહાજરીમાં ભદ્દાલા ગામના તલાટી પાસે આ મેરેજની ખોટી નોંધણી કરાવી છે. બોગસ સાક્ષી, બોગસ નોટરી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તલાટી પી.એમ.પરમારે ૨૦ હજાર લઈને આ લગ્નની બોગસ નોંધણી કરી હતી.
જણાવી દઈએ કે, તલાટી પી.એમ.પરમારે બોગસ રીતે માત્ર એક જ મહિનામાં ૧૦૦ લગ્ન નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જયારે એક જ પદ્ધતિથી ૬ મહિનામાં ૫૭૧ થી વધુ બોગસ નોંધણી કરવામાં આવી છે.હાલ તો આ મામલે ્ર્ડ્ઢં દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે શહેરા ્ર્ડ્ઢંએ તપાસ શરૂ કરી છે અને આનો રિપોર્ટ ડ્ઢઅ.ડ્ઢર્ડ્ઢંને રિપોર્ટ સોંપવામા આવશે.