રાજસ્થાનના કોટા જીલ્લામાં સગીર છાત્રાની સાથે દુષ્કર્મનો મામલો સતત સામે આવી રહ્યાં છે ત્યારે એક વધુવાર ઇટાવામાં આવો જ મામલો સામે આવ્યો છે જયારે એક સગીર ધો.૮ની છાત્રાના પેટમાં દર્દ થયું અને તે મેડિકલમાં દવા લેવા ગઇ તો તેને એક યુવક પોતાની સાથે ફોંસલાવી ભગાડી ગયો એટલું જ નહીં તે યુવકે તે છાત્રાની સાથે રેપ પણ કર્યો આ મામલામાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે.પોલીસે સગીરને જયપુર બસ સ્ટેન્ડથી પકડી છે અને બાળ કલ્યાણ સમિતિની સામે રજુ કરી છે રોસ્ટર સભ્ય મધુબાલા શર્માએ ૧૪ વર્ષીય બાલિકાને અસ્થાઇ આશ્રય અપાવ્યોછે હાલ સગીરનું નિવેદન લેવાનું બાકી છે.
મઘુબાલા શર્માએ કહ્યું કે કાઉસસિંગમાં બાલીકાએ કહ્યું કે તે ધો.૮ની છાત્રા છે પેટમાં દર્દ થતા તે મેડિકલ પર દવા લેવા ગઇ હતી આ દરમિયાન રસ્તામાં પાસેના ગામમાં રહેતો એક યુવક તેને મળ્યો હતો તેને તે એક વર્ષથી જોણતી હતી યુવક તેને ફોંસલાવી પોતાની સાથે ઇટાવા લઇ ગયો અને રાત હોવાને કારણે એક મંદિરની પાછળ શરણ લીધી અહીં યુવકે સગીરની સાથે રેપ કર્યો અને સવાર થતા જ તે બસમાં બેસી કોટા લાવ્યો
આ સાથે જ મધુબાલા શર્માએ કહ્યું કે બાલિકાને યુવક અહીંથી ટોક લઇ ગયો અને તેની માનીતી બેનને ત્યાં રાખી અને ત્યાંથી જયપુર લઇ ગયો બે દિવસ રોકાયા બાદ ત્યાંથી ભીલવાડા જવાની તૈયારી હતી પરંતુ તે પહેલા જ જયપુર બસ સ્ટેન્ડ પર ઇટાવા પોલીસે બાલિકાને પકડી લીધી પોલીસે આ મામલાની તપાસ કરી રહી છે અને મામલો પણ દાખલ કરી લીધો છે.