કોરોનાની ત્રીજી લહેરમાં વધતા કેસોના કારણે ઘણાં દેશોમાં ફરીથી કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને યુરોપમાં કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. યુરોપમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૩ લાખ ૩ હજોર ૬૬૨ અને છેલ્લાં એક સપ્તાહમાં ૨૦ લાખ કુલ કેસ નોંધાયા છે. નેધરલેન્ડ્‌સની સ્થિતિ ખરાબ થતા જોઈને શનિવાર સાંજથી અહીં ૩ સપ્તાહનું આંશિક લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન રેસ્ટોરાં અને બિન જરૂરી સામાનની દુકાનો વહેલી બંધ કરવામાં આવશે. તે ઉપરાંત મોટી સ્પોર્ટ્‌સ ઈવેન્ટમાં દર્શકોની એન્ટ્રી ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, નેધરલેન્ડમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૨૦૪ કેસ નોંધવામાં આવ્યા છે.
અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસ ૯૦ હજોરથી વધારે નોંધાઈ રહ્યા છે. ગઈકાલે અમેરિકામાં ૯૦ હજોર ૨૦૮ કેસ અને એના આગળના દિવસે ૯૦ હજોર ૭૫૪ કેસ નોંધાયા છે. અહીં રોજ એક હજોરથી વધારે લોકો મોતને ભેટી રહ્યા છે. બીજી તરફ, યુરોપના દેશોમાં પણ કોરોના વકરી રહ્યા છે. બ્રિટનમાં ગઈકાલે ૪૦ હજોર ૩૭૫ કેસ નોંધાયા હતા. ઓસ્ટ્રીયામાં વેક્સિનેશન ન લેનારને ઘરોમાં બંધ કરાયા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે યુરોપમાં એક સપ્તાહમાં ૨૦ લાખ કેસ નોંધાયા છે અને ૨૭ હજોર લોકોનાં મોત થયાં હતાં. પશ્ચિમ યુરોપમાં વેક્સિનેશનનો દર વધારે હોવા છતાં અહીં કોરોનાના વધારે કેસ નોંધાઈ રહ્યા છે.