યુરોપની યાત્રા કરી રહેલા ભારતના નાગપુરના એક ઉદ્યોગસાહસિક પરિવારનો ઇટાલીમાં રોડ અકસ્માત થયો. ઉદ્યોગસાહસિક દંપતીનું અકસ્માતમાં મૃત્યુ થયું, અને તેમના બાળકો ઘાયલ થયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઇટાલીમાં ભારતીય દૂતાવાસે ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે તેઓ મૃતકોના પરિવારો અને સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે.અહેવાલ મુજબ, નાગપુરનો એક ભારતીય પરિવાર યુરોપમાં વેકેશન પર હતો. ગુરુવારે તેમની યાત્રાનો દુઃખદ અંત આવ્યો. નાગપુરના ઉદ્યોગપતિ જાવેદ અખ્તર અને તેમની પત્ની નાદિરા ગુલશનનું ઇટાલીમાં અકસ્માતમાં મૃત્યુ થયું. ૫૫ વર્ષીય જાવેદ અખ્તર નાગપુરના એક જાણીતા હોટેલિયર અને ઉદ્યોગસાહસિક હતા. તેઓ તેમની પત્ની ગુલશન (૪૭) અને ત્રણ બાળકોઃ પુત્રીઓ આરજુ અખ્તર (૨૧) અને શિફા અખ્તર (૨૧) અને પુત્ર જાઝેલ અખ્તર સાથે મુસાફરી કરી રહ્યા હતા. ઇટાલીના ગ્રોસેટો નજીક ઓરેલિયા હાઇવે પર તેમનું વાહન અકસ્માતનો ભોગ બન્યું. તેઓ નાગપુરના સીતાબુલ્ડી ફ્લાયઓવર પાસે ગુલશન પ્લાઝા નામની એક મોટી હોટેલના માલિક છે.સૂત્રો અનુસાર, તેમની વેકેશન ૨૨ સપ્ટેમ્બરે ફ્રાન્સમાં શરૂ થઈ હતી અને પછી ઇટાલી પહોંચી હતી. જ્યારે તેઓ નવ સીટર મિનિબસમાં ફરવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં નાગપુર દંપતી સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક વાન મોટાભાગે એશિયન પ્રવાસીઓને લઈ જતી મિનિબસ સાથે અથડાઈ. આ અકસ્માતમાં દંપતી અને મિનિબસ ડ્રાઈવરનું પણ મૃત્યુ થયું. તેમની પુત્રી, આરજુને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેને સિએનાની લે સ્કોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. શિફા અને જાઝેલ ફ્લોરેન્સ અને ગ્રોસેટોની હોસ્પિટલોમાં સારવાર લઈ રહી છે.ભારતીય દૂતાવાસે નાગપુર દંપતીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને પરિવારને તેના સમર્થનની ખાતરી આપી. દૂતાવાસે ઠ પર લખ્યું, “ગ્રોસેટો નજીક અકસ્માતમાં નાગપુરના બે ભારતીય નાગરિકોના દુઃખદ મૃત્યુ પર દૂતાવાસે હૃદયપૂર્વક શોક વ્યક્ત કર્યો. અમે ઘાયલ પરિવારના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. દૂતાવાસે પરિવાર અને સ્થાનિક ઇટાલિયન અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને પરિવારને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યું છે.”









































