અમરેલી જિલ્લામાં સારો એવો વરસાદ પડતાં ખેતીલક્ષી કામગીરી શરૂ થઈ ગઈ છે. અમરેલી જિલ્લામાં રોજગારનું માધ્યમ મુખ્યત્વે ખેતી છે. ત્યારે ખેત ઉપયોગી સંસાધનોની અછત ન વરતાય તે જરૂરી છે. જેના અનુસંધાને અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને અમરેલી જિલ્લાના ખેડૂતો માટે યુરિયા ખાતરનો જથ્થો રિલીઝ કરવા રજૂઆત કરી છે અને ખાતરની અછત ન થાય તે માટે પુરતું ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા પણ જણાવેલ છે.