યુપી-બિહારમાં ચોમાસાની સક્રીયતાથી ગરમીમાં લોકોને રાહત મળી છે. સાથે સાથે યુપી અને બિહારમાં અલગ અલગ જગ્યાએ વીજળી પડવાથી કુલ ૨૭ લોકોના મોત થયા છે. ગાજવીજ સાથે મંગળવારે સાંજે ઉતરપ્રદેશમાં ભારે વરસાદને પગલે જુદા જુદા ઠેકાણે વીજળી પડતા કુલ ૧૧ લોકોના મોત થયા છે. જેમાં મિર્ઝાપુરમાં ૪, વારાણસીમાં બે કિશોર સહિત બલિયા અને ભદોહીમાં બે-બે વ્યક્તિના જીવ ગયા હતા.
વીજળી પડવાથી કાશી વિશ્વનાથ ધામ પરિસરમાં આવેલ માન્ધાતેશ્વર મહાદેવ મંદિરનું શિખર તૂટી પડયું હતું. વીજળી પડવાથી બિહારના ૭ જિલ્લામાં ૧૬ લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ચંપારણમાં ૪, ભોજપુર-સાટલામાં ત્રણ-ત્રણ, પશ્ચીમી ચંપારણમાં બે તથા અરરિયા, બાંકા, મુઝફફરપુર અને સાટલામાં એક-એક વ્યક્તિના મોત થયા હતા. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી નીતીશકુમારે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના સ્વજનો માટે ચાર-ચાર લાખની સહાય જાહેર કરી હતી. હજુ પણ રાજયભરમાં વજ્રપાતની સાથે ભારે વરસાદની આગાહી છે.