ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નૂર જિલ્લામાં થયેલ હેલિકાપ્ટર ક્રેશની ઘટના પર રાજનીતિ ગરમાઈ છે. આ ક્રમમાં રાજસ્થાન કોંગ્રેસના એક ધારાસભ્યએ હવે એ હેલિકાપ્ટર દૂર્ઘટના પર શંકા વ્યક્ત કરી છે જેમાં જનરલ બિપિન રાવત તેમજ તેમના પત્ની સહિત ૧૪ લોકોના નિધન થઈ ગયા હતા.
રાજસ્થાનના સીકરથી કોંગ્રેસ ધારાસભ્ય વીરેન્દ્ર સિંહે પોતાના કથિત ભાષણના વીડિયોમાં ચીફ આૅફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ) દિવંગત બિપિન રાવતના મૃત્યુને ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણી સાથે જાડ્યુ છે. વીડિયોમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે દરેક ચૂંટણી પહેલા આવી દૂર્ઘટનાઓ થાય છે. શું આ માત્ર સંયોગ છે કે ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલા જનરલ બિપિન રાવતનુ દુઃખદ મોત થયુ હતુ. આ ઉપરાંત પોતાના ભાષણમાં તેમણે પુલવામા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો જેમાં લોકસભા ચૂંટણી ૨૦૧૯ના મહિના પહેલા ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ એક આતંકવાદી દ્વારા કરવામાં આવેલ આરડીએક્સ હુમલામાં સીઆપીએફના ૪૦ જવાન શહીદ થઈ ગયા હતા.
આ પહેલો મામલો નથી જ્યારે કોઈ હેલિકાપ્ટર ક્રેશની ઘટનાને લઈને ષડયંત્રની વાત કહી છે. દૂર્ઘટનાની આસપાસની અટકળોના કારણે ચિંતિત, ભારતીય વાયુસેનાએ એક નિવેદન જાહેર કરીને લોકોને ‘અજાણી અટકળો’થી બચવાનો આગ્રહ કર્યો હતો. ભારતીય વાયુસેનાએ ૧૦ ડિસેમ્બરે નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે ભારતીય વાયુસેનાએ ૮ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ દુઃખ હેલિકાપ્ટર દૂર્ઘટનાના કારણોની તપાસ માટે એક ત્રિ-સેવા કોર્ટ આૅફ ઈન્ક્વાયરીની રચના કરી છે. તપાસ ઝડપથી પૂરી કરવામાં આવશે અને તથ્યો સામે આવશે. ત્યાં સુધી મૃતકની ગરિમાનુ સમ્માન કરવા માટે પાયાવિહોણી અટકળોથી બચી શકાય છે.