આગામી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણીને જોતા તમામ રાજનીતિક પાર્ટીઓ પ્રદેશની જનતાને આકર્ષિત કરવામાં કોઇ કસર છોડવા માંગતી નથી આવામાં સત્તારૂઢ ભાજપ પણ બીજીવાર સત્તામાં આવવા માટે અલગ અલગ જોતિઓ અને સમુદાયોને પોતાના પક્ષમાં લાવવામાં લાગી ગઇ છે.ભાજપ હવે દલિતોને સાધવા માટે પ્રદેશમાં સામાજિક સંવાદ કાર્યક્રમ કરી રહી છે.
સામાજિક સંવાદ કાર્યક્રમની શરૂઆત ભાજપના પ્રદેશ કાર્યાલય લખનૌથી થઇ છે.આ કાર્યક્મમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની સાથે કેન્દ્રીય શહેરી અને આવાસ રાજયમંત્રી કૌશલ કિશોર પણ સામેલ થયા હતાં. સ્વતંત્ર દેવ સિંહે વિરોધ પક્ષો પર નિશાન સાધતા કહ્યું હતું કે પ્રદેશની જનતા જોણે છે કે કેન્દ્રમાં મોદી સરકાર અને રાજયમાં યોગી સરકારે તમામ વર્ગો માટે દિલ ખોલીને કામ કર્યું છે પરંતુ કેટલીક એવી શક્તિઓ પણ છે જે જોતિ અને ધર્મ તોડી સમાજને વિભાજીત કરવા માંગે છે.
જયારે કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓ હવાલો આપતાં કહ્યું કે મોદી અને યોગી સરકારનું લક્ષ્ય છે કે દલિત,મહિલાઓ અને વંચિત સમાજ મુખ્ય ધારાનો હિસ્સો બને આ કાર્યક્રમમાં દલિત સમાજના અનેક લોકોએ ભાગ લીધો તેમાં અનેક જીલ્લાના ડોકટર,એન્જીનીયરો સહિત અનેક લોકો હાજર રહ્યાં હતાં. ભાજપ આ કાર્યક્રમને બીજો શહેરોમાં પણ આયોજીત કરશે
એ યાદ રહે કે ભાજપ આ કાર્યક્રમો દ્વારા ગત વિધાનસભા ચુંટણીમાં જીતી ગયેલી સુરક્ષિત બેઠો પર પોતાનો દબદબો બનાવી રાખવા ઇચ્છે છે.જો કે અનેક વિરોધ પક્ષોની નજર પણ આ બેઠકો પર છે.આથી ભાજપ દલિત સમુદાયને પોતાના પક્ષમાં કરવા માટે આ કાર્યક્રમોને આયોજીત કરી રહી છે.
ઉત્તરપ્રદેશમાં લગભગ ૨૨ ટકા દલિત વસ્તી છે આ સમુદાય પશ્ચિમી યુપીની અનેક બેઠકો પર સીધો પોતાનો પ્રભાવ ધરાવે છે.એટલું જ નહીં યુપીની કુલ ૪૦૩ વિધાનસભા બેઠકોમાંથી ૮૫ બેઠકો દલિતો માટે અનામત છે આ બેઠકો પર પહેલા બસપા ખુબ મજબુત માનવામાં આવતી હતી પરંતુ ગત બે ચુંટણીઓમાં અહીં પણ માયાવતીને નુકસાન થયું છે.ગત વિધાનસભા ચુંટણીમાં લગભગ ૬૫થી વધુ અનુમાત બેઠકો હાંસલ કરી ભાજપ સત્તા પર કાબેલ થઇ હતી.