ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે પ્રધાનમંત્રી મોદી નવેમ્બર મહિનાથી જ વારંવાર રાજ્યની મુલાકાતે રહે છે. એવામાં જોન્યુઆરીમાં એક મેગા રેલીનાં માધ્યમથી ચૂંટણીનું રણશિંગુ ફૂંકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશના સ્થાનિક મીડિયા અહેવાલ દ્વારા સૂત્રોની મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોન્યુઆરી મહિનામાં લખનૌમાં એક મેગા રેલીને સંબોધન કરી શકે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કાર્યક્રમ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને થોડા દિવસ બાદ તેની સત્તાવાર જોહેરાત પણ કરવામાં આવી શકે છે.
જોણકારી અનુસાર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મેગા રેલીને ઐતિહાસિક બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, પ્લાન છે કે આ રેલીમાં ૧૦ લાખ લોકોને ભેગા કરવામાં આવે. ૯થી ૧૧ જોન્યુઆરીની વચ્ચે રેલીનું આયોજન થઈ શકે છે. એ યાદ રહે કે મોદીએ ઉત્તરપ્રદેશને ફરી એક મોટી ભેટ આપી છે. ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી મોદીએ ગંગા એક્સપ્રેસ વેનું ભૂમિપૂજન કર્યું હતું ૫૯૪ કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વે બની રહ્યો છે. ત્રણ વર્ષના સમયગાળામાં આ એક્સપ્રેસ વે પૂર્ણ કરવામાં આવશે. ૩૬,૨૩૦ કરોડના ખર્ચે આ એક્સપ્રેસ વે તૈયાર કરવામાં આવશે.