૨૦૨૪માં યોજોનાર લોકસભા ચુંટણીને લઇ ભાજપે જમીન પર કામ કરવાનું અત્યારથી જ શરૂ કરી દીધુ છે.પાર્ટી તરફથી ઉત્તરપ્રદેશમાં પોતાની સ્થિતિતિને વધુ મજબુત કરવા પર ભાર મુકવામાં આવ્યો છે જે બેઠકો પર ગત ચુંટણીમાં હાર થઇ છે તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ કડીમાં પાર્ટીએ લખનૌમાં નબળા બુથોને લઇ એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠકમાં પાર્ટીના અનેક દિગ્ગજ નેતા સામેલ થયા હતાં. બેઠકમાં તમામ સાંસદોને બુથ સશક્તિકરણના પાઠ ભણાવવામાં આવ્યા હતાં એ વાત પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે જયાં પાર્ટીની સ્થિતિતિ થોડી નબળી છે તે બુથોને એ બીસીડીની કેટેગરીમાં વિભાજીત કરવામાં આવે આમ કરી દરેક બુથ પર પાર્ટીની નજર રહે અને નબળી બેઠકોને જીતમાં ફેરવી શકાશે
એ પણ માહિતી સામે આવી રહી છે કે ભાજપે સ્પષ્ટ કર્યું છે કે બંન્ને સાંસદો અને ધારાસભ્યોને આ કામમાં જોડાવવું પડશે પહેલા નબળા બુથોની પસંદગી કરવામાં આવે અને ત્યારબાદ તાકિદના પ્રભાવથી તેને મજબુક કરવા પર ભાર મુકાશે કહેવાય છે કે સાંસદોને ૧૦૦ અને ધારાસભ્યોને ૨૫ નબળા બુથો પર કામ કરવું પડશે આ ઉપરાંત એક લોકસભા વિસ્તારમાં ૮૦થી ૧૦૦ લોકોની ટોળી રહેશે