ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને મધ્યપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ આગામી ચુંટણી ઉપરાંત યુપીમાં સત્તા પરિવર્તનની અટકળોને નકારી દેતા દાવો કર્યો છે કે રાજયમાં એકવાર ફરી પૂર્ણ બહુમતિથી ભાજપની સરકાર બનશે. અહીં પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપ નેતા ઉમાએ કહ્યું કે યુપી બદલાઇ ગયું છે અહીં હવે પહેલા જેવી સ્થિતિ રહી નથી ૨૦૧૭માં યુપી વિધાનસભા ચુંટણીમાં ભાજપે કેન્દ્રની મોદી સરકારની માત્ર ત્રણ વર્ષના કાર્યોના સહારે જનતાનો વિશ્વાસ હાંસલ કર્યો હતો પરંતુ આ વખતે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકાર દ્વારા હાંસલ કરવામાં આવેલ ઉપલબ્ધીઓ રાજયમાં પાર્ટીની પુનર્વાપસી કરાવશે તેમણે કહ્યું કે ભાજપ સરકારે અહીં વિકાસ કાર્યોમાં નવી કીર્તિમાન સ્થાપિત કર્યું છે તો ગુંડાગીરી અને અરાજકતાનાં વાતાવરણને ખતમ કરી કાનુનનું રાજ કાયમ કર્યું છે મહિલાઓ સુરક્ષા અનુભવી રહી છે.લોકો ભયમુકત વાતાવરણમાં રહે છે આજ કારણ છે કે સામાન્ય વ્યક્તિને ભાજપ પર વિશ્વાસ વધ્યો છે.ઉમાએ દાવો કર્યો કે યુપીમાં કોઇ પણ પાર્ટીનીની બીજીવાર સત્તા ન હાંસલ કરવાનું મિથક ફકત આ વખતે તુટશે એટલું જ નહીં ભાજપ આ વખતે પ્રદેશમાં પહેલાથી વધુ બેઠકો હાંસલ કરી સરકાર બનાવશે. વિરોધી પક્ષોના અહીં સત્તા પર કાબેલ થવાના સપના કયારેય પુરા થશે નહીં. યુપીમાં ભાજપથી સીધી લડાઇમાં કોઇ પણ પક્ષ છે.સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા આ વખતે યુપીમાં વિધાનસભાની કુલ ૪૦૩માંથી ૪૦૦ બેઠકો જીતવાનો દાવાને તેમણે હસીમાં લેતા કહ્યું કે અખિલેશ દિવસમાં સપના જોવાનું બંધ છે.સપા પોતાના જુના રેકોર્ડને પણ દોહરાવવામાં સફળ રહેશે નહીં