યુપીના ભાજપ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે કહ્યુ હતુ કે, અગાઉની સમાજવાદી પાર્ટીની સરકારનુ શાસન આક્રમણખોરો ઘોરી અ્‌ને ગજનીના શાસન જેવુ હતુ.અખિલેશ યાદવ હાલમાં ચૂંટણીના કારણે સીઝનલ હિન્દુ બની ગયા છે.સમાજવાદી પાર્ટીની અગાઉની સરકારોએ હિન્દુ ધર્મની અસ્મિતાની સાથે રમત કરવામાં કશું બાકી રાખ્યુ નહોતુ.
સ્વતંત્રદેવે કહ્યુ હતુ કે, અખિલેશ યાદવે રામલલા અને બાબા વિશ્વનાથના દરબારમાં પોતાના અગાઉના પાપો માટે લોકની માફી માંગવી જોઈએ.સમાજવાદી પાર્ટીના શાસનમાં લોકો માટે તહેવારો મનાવવા પણ મુશ્કેલ હતા.હવે યોગી સરકારના શાસનમાં લોકો અયોધ્યામાં દિપોત્સવ, કાશીમાં દેવ દિવાળી, વ્રજમાં હોળી પણ ઉલ્લાસ સાથે ઉજવી શકે છે
તેમણે કહ્યુ હતુ કે, સપાની સરકારે કાવડ યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો અને યોગી સરકારમાં કાવડ યાત્રીઓ પર ફૂલ વરસાવવામાં આવે છે.