ગુજરાતની માફક હવે ઉત્તરપ્રદેશ પણ ભાજપ માટે પોતાનો ગઢ બની ગયું છે. કહેવાય છેકે, દેશના વડાપ્રધાન બનવાનો રસ્તો યુપીમાંથી પસાર થાય છે. જે પક્ષ કે મોરચો યુપીમાં બહુમક બેઠકો જીતે છે તેના કેન્દ્રમાં સરકાર બનાવવાના ચાન્સ વધી જાય છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે ભાજપે યુપીમાં ૭૨ બેઠકો મેળવી હતી, તો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને ૬૨ બેઠક મળી હતી. ત્યારે, જા ૨૦૨૪ની ચૂંટણીમાં પણ ભાજપ યુપીમાં દબદબો જાળવી રાખે તો કેન્દ્રમાં ભાજપની સરકાર પુનઃ રચાઇ શકે છે.
ઉત્તર પ્રદેશમાં સતત બીજીવાર સરકાર બનાવી ઈતિહાસ રચનારા યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે આવનારી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ યુપીમાં ૭૫ બેઠકો મેળવશે. ભાજપની વ‹કગ કમિટિની બેઠકમાં હાજર રહેલા યોગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આઠ વર્ષ પૂરા કરવા પર અભિનંદન પાઠવ્યા હતા. યોગી આદિત્યનાથે જણાવ્યુ હતુ કે, ભાજપના કાર્યકરોએ સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડવી પડશે. યોગીએ કહ્યુ હતુ કે ચૂંટણી ૨૦૨૪માં છે પરંતું, જીત માટે અત્યારથી કામ કરવુ પડશે. કોરોનાકાળમાં રાજ્ય અને કેન્દ્ર દ્વારા જે યોજનાઓ લાગુ કરાઈ હતી તેનો ફાયદો લોકોને મળ્યો છે અને ભાજપને ચૂંટણીમાં તેનો લાભ મળ્યો છે.
ભાજપ અને આરએસએસની એક લોબી યોગી આદિત્યનાથને ૨૦૨૪માં ભાવિ વડાપ્રધાન તરીકે જાઇ રહ્યા છે. જા, યોગી આદિત્યનાથ યુપીમાં મજબુત પ્રદર્શન કરે અને મહત્તમ બેઠકો મેળવે તો તેમની પીએમ તરીકે દાવેદારી પણ નકારી શકાય નહીં. યુપીમાં યોગીની પ્રચંડ વાપસીના કારણે તેમણે તેમની મજબુત દાવેદારી સ્થાપિત કરી દીધી છે ત્યારે, હવે ૨૦૨૪ની ચૂંટણીમાં યુપીમાં મજબુત દેખાવ કરે તો રાષ્ટ્રીય સ્તરે તેમનુ નેતૃત્વ સ્થાપિત કરી શકે છે.