વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપર હર્ક્‌યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલતાનપુર પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોદીને ભગવાન શ્રીરામના મંદિરના મોડલની ભેટ આપી હતી. કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે ૧ વાગે અને ૫૫ મિનિટે પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગીએ સંબોધન કરતાં ‘જય હિન્દ’ અને ‘જય જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે જે ધરતી પર હનુમાનજીએ કાલનેમિને માર્યો હતો, તે ધરતીના લોકોનાં હું ચરણ સ્પર્શ કરું છું અહીંની માટીમાં આઝાદીની લડાઈની સુગંધ આવે છે. આ પવિત્ર ભૂમિને આજે પૂર્વાંચલ એક્સપ્રેસની ભેટ મળી છે, જેનો તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં જ્યારે મેં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે મેં વિચાર્યું નહોતું કે આ જ એક્સપ્રેસ પર હું વિમાન દ્વારા પણ ઊતરીશ. આ પૂર્વાંચલ એક્સપ્રેસ-વે યુપીના વિકાસનો એક્સપ્રેસ-વે છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ એક્સપ્રેસ-વે યુપીનું ગૌરવ છે. આ યુપીની અજોયબી છે. યુપીના લોકો માટે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે સમર્પિત કરી હું ધન્યતા અનુભવું છું. તેમણે રાજ્યની પાછલી સરકારો પર પણ નિશાન સાધ્યું અને કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં જે રીતે રાજનીતિ થઈ છે, યુપીમાં અગાઉની સરકારોએ યુપીના વિકાસ તરફ ધ્યાન આપ્યું નહીં. તેમણે યુપીને માફિયાઓ અને ગરીબીના હવાલે કરી દીધું હતું.
મોદીએ કહ્યું કે ૨૦૧૪મા જ્યારે મને સેવા કરવાની તક મળી ત્યારે મે અહીના સાંસદ તરીકે મે અહીંયાની સ્થિતિઓને જીણવટભરી ચકાસી. ગરીબોને પાક્કા ઘર માળે, ગરીબોના ઘરે શૌચાલય હોય, દરેકના ઘરે વીજળીની સુવિધાઓ હોય, એવા ઘણા કામો હતા જે કરવા ખૂબ જ જરૂરી હતા. પરંતુ મને ખૂબ જ દર્દ થતું હતું કે યુપીમાં જે સરકાર હતી, તેમણે મને સાથ આપ્યો ન હતો. એટલું જ નહીં, જોહેરમાં મારી બાજુમાં ઊભા રહેવામાં પણ શરમ આવતી હતી અને તેમને પોતાની વોટબેંક નારાજ થવાનો ડર રહેતો હતો.
તેમને એટલી શરમ આવતી હતી કે કામનો હિસાબ આપવા માટે તેમની પાસે કશું જ નહતું. યુપીમાં અગાઉની સરકારે યુપીના લોકો સાથે અન્યાય કર્યો છે, તેમણે ભેદભાવ કર્યા છે, માત્ર પોતાના પરિવારનું જ હિત સાચવ્યું છે. મોદીએ કહ્યું કે આવું કરનારાઓને યુપીના લોકો યુપીના વિકાસના રસ્તા પરથી હટાવી દેશે.
મોદીએ સંબોધન કરતાં કહ્યું કે પહેલા યુપીમા ઘણો જ વીજકાપ થતો હતો, તેને કોઈ ભૂલી શકશે નહીં. કોણ ભૂલી શકે છે કે યુપીમાં કાયદો અને વ્યવસ્થાના શા હાલ હતા. યુપીમાં આરોગ્યની સુવિધાઓની શું સ્થિતિ હતી. છેલ્લા ચાર વર્ષમાં જ યુપીમાં પૂર્વ હોય કે પશ્ચિમ, હજોરો ગામડાઓને નવા રસ્તાઓ સાથે જોડવામાં આવ્યા છે. હજોરો કિમો નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. હવે આપ સૌના સહકારથી યુપીના વિકાસનું સપનું સાકાર થઈ રહ્યું છે.મોદીએ કહ્યું કે યુપીમાં નવી મેડિકલ કોલેજો બની રહી છે, એઇમ્સ બની રહી છે, ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ બની રહી છે. આજે મને પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું છે.
સીએમ યોગીએ કહ્યું કે આજથી ૩ વર્ષ પહેલા પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કાર્યક્રમ યોજોયો હતો. છેલ્લા ૧૯ મહિનાથી દુનિયા કોરોના મહામારીનો સામનો કરી રહી છે. તે છતાં પણ વડાપ્રધાન મોદીના નેતૃત્વનું જ આ પરિણામ છે કે આજે પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.આજે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં એરફોર્સની તાકાત બતાવશે. આ યુપીનો ત્રીજો રણવે એક્સપ્રેસ-વે છે, જ્યાં ફાઇટર પ્લેન લેંડિંગ અને ટેક ઓફ કરી શકશે. આ પહેલા આગ્રા એક્સપ્રેસ-વે અને યમુના એક્સપ્રેસ-વે પર ફાઇટર જેટ ઉતરી ચૂક્યા છે.