ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચુંટણીને લઇ ભાજપ કોઇ કસર છોડવા બાકી રાખવા માંગતુ નથી હવે પાર્ટી રાજયના સંગઠિત અને અસંગઠિત કામદારોની વચ્ચે પોતાની પક્કડ વધારવા જઇ રહી છે.તેના માટે વિશેષ અભિયાન ચલાવી સહભોજન અને ચૌપાલના કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યા છે.આ કાર્યક્રમની જવાબદારી શ્રમિક સેલને સોંપવામાં આવી છે.ભાજપને લાગે છે કેન્દ્ર અને રાજય સરકારની તમામ એવી યોજનાઓ જેમાં કામદારો માટે જ બનાવવામાં આવી છે.જેનાથી તેમને જાગૃત કરી પોતાના પાલામાં લાવવાનું સરળ રહેશે પ્રદેશ સરકાર જન્મથી લઇ અભ્યાસ,લગ્ન વિવાહ માટે તમામ એવી યોજનાઓ બનાવી જેના દ્વારા શ્રમિકોને લાભ થઇ રહ્યાં છે.આજ બધા મુદ્દાને ચોપાલ દ્વારા ભાજપ દરેક કામદારો સુધી પહોંચવા ઇચ્છે છે.
ભાજપ શ્રમ સેલના સંયોજક ભુપેશ અવસ્થીએ કહ્યું કે ૨૬ નવેમ્બર સુધી એક હજાર ચૌપાલ પ્રત્યેક જીલ્લામાં લગાવવામાં આવશે આ સંગઠિત ક્ષેત્રોમાં સગાવવામાં આવશે જે ફેકટરી અને પ્રતિષ્ઠાનોમાં ચૌપાલ લાગશે.આ ચૌપાલના માધ્યમથી કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓની બાબતમાં બતાવવામાં આવશે.અસંઠિત શ્રમિકોની સંખ્યા લગભગ ૭ કરોડની આસપાસ છે જેમાંથી સવા કરોડ લોકોના રજીસ્ટ્રેશન થઇ ગયા છે સંગઠિત મજદુરોની સંખ્યા લગભગ એક કરોડ પાંચ લાખ છે જા કે તેની સંખ્યા હજુ વધી શકે છે કારણ કે હજુ તેમાં કેટલાક લોકોનું રજીસ્ટ્રેશન થનાર છે.૨૫ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી સહભોજનનો કાર્યક્રમ અસંઠિત કામદારોની વચ્ચે થશે જેમાં પ્રદેશના મોટા નેતા તેમની સાથે બેઠક કરી ભોજન કરશે આ ઉપરાંત રોજમદાર મજદુરોની સાથે સવારે ચ્હા પર ચર્યાનો કાર્યક્રમ પણ થશે પાર્ટીએ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોના કામદારો માટે ખુબ કામ કર્યું છે.
અવસ્થીએ કહ્યું કે સંગઠિત ક્ષેત્રના કામદારો માટે તેમના પ્રતિષ્ઠાન પરિસરમાં તો અસંગઠિત માટે તેમના કાર્યસ્થળ પર જ ચૌપાલ લગાવવામાં આવશે તેમણે કહ્યું કે અમારો હેતુ છે કે કામદારોમાં એક સરકાર અને સંગઠનના લોકો હાજર રહેશે અમારો હેતુ છે કે દરેક કાર્યક્રમમાં નવા લોકોને જોડવા સહભોજ કાર્યક્રમ તમામ એક પત્રક આપવામાં આવશે જેમાં કેન્દ્ર અને પ્રદેશ સરકારની ઉપલબ્ધીઓ હશે ત્યારબાદ દરેક જીલ્લામાં કેટલાક મોટા મોટા સંમેલન પણ કરાવવાની યોજના છે.