અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત સી.વી. ગજેરા ફાર્મસી મહિલા કોલેજ, શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતેથી B.Pharm Sem VI યુનિવર્સિટી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કોલેજમાં પ્રથમ સ્થાન તનવાણી સ્નેહા એ. (૯.૪૩ SPI) એ મેળવ્યું છે, જ્યારે ભાડ અંજલી જી. (૯.૨૯ SPI) અને કુંભાણી પલક એસ. (૯.૨૯ SPI) એ સંયુક્ત રીતે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ B.Pharm સેમ.- VI યુનિવર્સિટી પરિણામમાં સી.વી. ગજેરા ફાર્મસી મહિલા કોલેજે યુનિવર્સિટી ટોપટેનમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ સ્ટાફ, સ્ટુડન્ટ્સ અને રેન્કરને અમરેલી જિ(લ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.







































