રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા અંગે મહત્વની બેઠક મળી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં UCC ની બેઠક યોજાઈ હતી.બેઠકમાં યુસીસીના રિપોર્ટ અંગે કમિટીના સભ્યો સાથે ચર્ચા કરાવામાં આવી હતી. રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે મુખ્યમંત્રએ માહિતી મેળવી હતી. ગુજરાત યુસીસી અધ્યક્ષ રંજના દેસાઈએ બેઠકને લઈ નિવેદન આપ્યું હતું. ગુજરાત યુસીસીનો રિપોર્ટ સોંપવામાં હજુ એક મહિન જેટલો સમય લાગી શકે છે. બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ અંગે વિચારણા કરાઈ છે.

ગુજરાત યુસીસીના અધ્યક્ષે નિવેદન આપ્યું હતું કે,યુસીસી રિપોર્ટ ૧ મહિનામાં સોંપવામાં આવશે. આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે. તેમજ અલગ અલગ જગ્યાઓ પર યુસીસીએ લોકોને સાંભળ્યા છે. અમારે હવે વધુ એક્ટેન્શનની જરૂર નથી.

યુસીસીને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર તેમજ ૧.૧૫ લાખ જેટલી રજૂઆત યુસીસીએ સાંભળી છે. મુખ્યમંત્રી સાથે આજે યુસીસીની બેઠક થઈ છે.

યુસીસીની કમિટીના સભ્યોમાં યુસીસીની કમિટીમાં રંજના દેસાઈ, સી.એલ.મીણા, આર.સી.કોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફની નિમણૂક કરવામાં આવી છે.