યુદ્ધ જેવી ભયાનક અને અનિશ્ચિત પરિસ્થિતિમાં જ્યારે એક પરિવારની આશાઓ તૂટવા લાગે, ત્યારે જો કોઈ સહારો બનીને ઊભું રહે તો તે જ સાચી માનવીય સેવા છે. કેનેડાથી ભારત પરત ફરતી વખતે જોર્ડનમાં ફસાઈ ગયેલી દેશની દીકરીના ચિંતિત માતા-પિતાએ જ્યારે ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીને મળી પોતાની વ્યથા વ્યક્ત કરી, ત્યારે તેમણે માત્ર એક પદાધિકારી તરીકે નહીં પરંતુ પરિવારના સભ્ય જેવી સંવેદનશીલતા દર્શાવી હતી. દિલીપ સંઘાણીએ તાત્કાલિક દિલ્હીમાં ઇફકોના એમ.ડી. શ્રી કે. જે. પટેલ અને જોર્ડન સ્થિત JIFCO ના સત્તાધીશો સાથે સંપર્ક સાધ્યો હતો. તેમણે સ્વયં સતત ફોન દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કરી દીકરીના વિઝા, રહેઠાણ અને અન્ય પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરી હતી. આજે જ્યારે તે દીકરી સુરક્ષિત છે ત્યારે પરિવારના ચહેરા પર સ્મિત પાછું આવ્યું છે. આ ઘટના માત્ર પ્રશાસનિક મદદ નથી પણ દિલીપ સંઘાણીના ‘પરિવાર ભાવ’નું જીવંત ઉદાહરણ છે. સંકટના સમયે સાથે ઊભા રહીને સાચું નેતૃત્વ પૂરું પાડવા બદલ દિલીપ સંઘાણી, કે. જે. પટેલ, દિપક યાદવ અને સમગ્ર ટીમનો આ માનવીય સહયોગ હંમેશા સ્મરણીય રહેશે.









































