પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ છે. દરમિયાન, ભારત સાથે યુદ્ધના ખતરાની વચ્ચે, પાકિસ્તાને લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. મલિકને ઓક્ટોબર ૨૦૨૪ માં ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સના વડા બનાવવામાં આવ્યા હતા. મંગળવારે કેબિનેટ ડિવિઝનના નોટિફિકેશન અનુસાર, જનરલ મલિકને સત્તાવાર રીતે દ્ગજીછ ની જવાબદારી સોંપવામાં આવી છે.
સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, ‘લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિક, ડીજી આઈએસઆઈ તાત્કાલિક અસરથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે વધારાનો કાર્યભાર સંભાળશે.’ તેઓ પાકિસ્તાનના ૧૦મા એનએસએ છે પરંતુ આ પહેલીવાર છે જ્યારે કોઈ વર્તમાન આઇએસઆઇ વડાને બંને મુખ્ય પદો એકસાથે સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક ભારત સાથે વધતા તણાવ વચ્ચે કરવામાં આવી છે, ખાસ કરીને ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે એનએસએનું પદ એપ્રિલ ૨૦૨૨ થી ખાલી હતું, જ્યારે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સરકારને હટાવવામાં આવી હતી. તે સમયે ડા. મોઈદ યુસુફ એનએસએ હતા.
તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. દરમિયાન, ભારતીય સેનાને છૂટ આપવામાં આવી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ભારત સરકાર દ્વારા ઘણી બેઠકો યોજાઈ છે. આ અંગે પાકિસ્તાન પ્રશાસનમાં હોબાળો મચી ગયો છે. પહેલગામ હુમલા પછી ભારતની આકરી પ્રતિક્રિયાએ પાકિસ્તાનના લશ્કરી અને નાગરિક નેતૃત્વ બંનેને ચિંતામાં મૂકી દીધા છે. જવાબમાં, ઇસ્લામાબાદે મુખ્ય આંતરરાષ્ટ્રીય રાજધાનીઓમાં અધિકારીઓ તૈનાત કર્યા છે.