યુટ્યુબ ન્યૂઝ ચેનલના પત્રકાર દ્વારા કાઠી સમાજ, અન્ય સમાજ, ગેબીનાથ જગ્યા, ગેબીપરંપરાના સંતો, જાદરાબાપુના વારસદારો અને તેમના લાખ્ખો સેવકોની લાગણી દુભાવવા બાબતે આજે બાબરામાં મામલતદાર કચેરીએ કાઠી સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. આ તકે કાઠી ક્ષત્રિય સમાજ બાબરાના ગજેન્દ્રભાઈ ભુપતભાઇ શેખવા, તથા બાબરા કાઠી સમાજ પ્રમુખ રાજુભાઇ બસિયા, કાઠી સમાજના આગેવાન ભુપેન્દ્રભાઈ બસિયા, બાવકુભાઈ બસિયા, શિવરાજભાઈ ખાચર, શૈલેશભાઈ કોટીલા, નરેન્દ્રભાઈ વાળા, રણજીતભાઈ ગિડા, પ્રદીપભાઈ ખાદા, પુંજભાઈ વાળા સહિત મોટી સંખ્યામાં કાઠી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ અંગે રજૂઆત કરાઈ છે કે, થોડા દિવસથી સનાતન વિરોધી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા કોઇના ઈશારે કે ખોટી રીતે બદનામ કરવાના ઇરાદે જાણે સ્પેશ્યલ સનાતન ધર્મોને જ ટાર્ગેટ કરવાના પ્રયાસો કરવામાં આવે છે જે ખૂબજ નિંદનીય છે. તેની સામે કાયદેસરના પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે.