અમેરિકાએ લાંબા અંતરના હથિયારોની યુક્રેનની માંગને ફગાવી દીધી છે. અમેરિકાને લાગે છે કે રશિયા પર યુક્રેનના હુમલાથી ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે જેમાં અમેરિકા અને યુરોપને ભારે નુકસાન થઈ શકે છે. અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને કહ્યું કે કુર્સ્ક પર કબજા કર્યા બાદ હવે રશિયન સેનાને પોતાની જમીન બચાવવાની ચિંતા કરવી પડશે.
રશિયા પર હુમલો કરવા માટે લાંબા અંતરના શસ્રોની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની માંગના જવાબમાં ઓસ્ટીને આ વાત કરી હતી. દરમિયાન, અમેરિકાએ યુક્રેનને ૨૫૦ મિલિયનના નવા હથિયારો આપવાની જાહેરાત કરી છે.
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, અમેરિકાએ લાંબા અંતરના હથિયારોની યુક્રેનની માંગને ફગાવી દીધી છે, કારણ કે અમેરિકાને લાગે છે કે રશિયા પર યુક્રેનના હુમલાથી ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે જેમાં અમેરિકા અને યુરોપને ભારે નુકસાન થઈ શકે છે. અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને કહ્યું કે કુર્સ્ક પર કબજા કર્યા બાદ હવે રશિયન સેનાને પોતાની જમીન બચાવવાની ચિંતા કરવી પડશે.
અમેરિકાએ લાંબા અંતરના હથિયારોની યુક્રેનની માંગને ફગાવી દીધી છે. અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને કહ્યું કે લાંબા અંતરના હથિયારો (મિસાઈલ અને ફાઈટર એરક્રાફ્ટ) યુક્રેન યુદ્ધનો માર્ગ બદલવામાં સફળ નહીં થાય, તેથી તેમને યુક્રેનને આપવાથી કોઈ ફાયદો થશે નહીં.
રશિયા પર હુમલો કરવા માટે લાંબા અંતરના શસ્રોની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની માંગના જવાબમાં ઓસ્ટીને આ વાત કરી હતી. દરમિયાન, અમેરિકાએ યુક્રેનને ૨૫૦ મિલિયનના નવા હથિયારો આપવાની જાહેરાત કરી છે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિએ સાથી દેશોને રશિયાની રેડ લાઈન ચેતવણીને નજરઅંદાજ કરવાની અપીલ કરી હતી અને યુક્રેનની સેનાને હુમલા માટે લાંબા અંતરના હથિયારો આપવાની માંગ કરી હતી. આ હથિયારોથી યુક્રેનની સેના રશિયાના આંતરિક વિસ્તારોમાં હુમલો કરશે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે આનાથી રશિયા પર યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ આવશે. જર્મનીના રામસ્ટીન એર બેઝ ખાતે યુક્રેનના સાથીઓની યુએસ દ્વારા યોજાયેલી બેઠકમાં, ઝેલેન્સકીએ લાંબા અંતરના શસ્ત્ર માટેની તેમની માંગનો પુનરોચ્ચાર કર્યો. ઝેલેન્સ્કીએ આ માંગનો પુનરોચ્ચાર કર્યો જ્યારે તેમની સેનાએ રશિયાના કુર્સ્ક પ્રદેશમાં લગભગ ૧,૩૦૦ ચોરસ કિલોમીટર જમીન પર કબજા કર્યો. પરંતુ રશિયા પણ પૂર્વ યુક્રેનમાં સતત આગળ વધી રહ્યું છે. હાલમાં, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પોકરોવસ્ક નજીક ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.
રશિયાએ અમેરિકાને યુક્રેન મુદ્દે લાલ રેખા પાર ન કરવા ચેતવણી આપી હતીઃ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે અમેરિકાને યુક્રેન મુદ્દે લાલ રેખા પાર ન કરવા ચેતવણી આપી છે. રશિયાની સરકારી એજન્સી ‘દ્વારા જાહેર કરવામાં આવેલા સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે લવરોવે કહ્યું કે અમેરિકાએ રશિયા પ્રત્યે પરસ્પર સંયમની ભાવના ગુમાવવાનું શરૂ કરી દીધું છે. રશિયન સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે લવરોવે બુધવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે યુક્રેનને હથિયારોની સપ્લાયના મામલે અમેરિકાએ ‘લક્ષ્મણ રેખા’ (લાલ રેખા) પાર કરી છે.