યુક્રેને રશિયાની મુખ્ય ઓઇલ રિફાઇનરી પર મોટો ડ્રોન હુમલો કર્યો. હુમલા પછી, આકાશમાં કાળો ધુમાડો અને ઊંચી જ્વાળાઓ ઉડતી જાવા મળી. યુક્રેન દ્વારા ડ્રોનથી નિશાન બનાવવામાં આવેલી રિફાઇનરીને રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરીઓમાંની એક માનવામાં આવે છે. હુમલા પછી, રિફાઇનરીમાં ભારે આગ ફાટી નીકળી. રશિયન અને યુક્રેનિયન અધિકારીઓએ હુમલાની પુષ્ટિ કરી. રશિયાની આ ઓઇલ રિફાઇનરી યુક્રેનથી લગભગ ૧૬૦૦ કિલોમીટર દૂર છે.યુક્રેન દ્વારા નિશાન બનાવવામાં આવેલી રિફાઇનરી રશિયાના ઉત્તરપશ્ચિમ લેનિનગ્રાડ ક્ષેત્રમાં Âસ્થત છે. તેને કિરીશી રિફાઇનરી તરીકે ઓળખવામાં આવે છે. યુક્રેને શનિવારે રાત્રે ડ્રોનથી તેને નિશાન બનાવ્યું હતું. આના થોડા અઠવાડિયા પહેલા, યુક્રેને રશિયન તેલ માળખાને પણ નિશાન બનાવ્યું હતું. આ રિફાઇનરી દર વર્ષે લગભગ ૧૭.૭ મિલિયન મેટ્રિક ટન અથવા ૩,૫૫,૦૦૦ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે. યુક્રેનના જનરલ સ્ટાફના જણાવ્યા અનુસાર, સ્થળ પર વિસ્ફોટ અને આગના અહેવાલો મળ્યા છે. તેમણે એક તસવીર પોસ્ટ કરી, જેમાં રાત્રિના આકાશમાં આગ અને ધુમાડાના ઊંચા ગોટા જાવા મળી રહ્યા છે.છેલ્લા કેટલાક મહિનામાં, યુક્રેને વ્યૂહાત્મક રીતે રશિયન તેલ રિફાઇનરીઓને નિશાન બનાવી છે. આના કારણે બળતણ સંકટ વધુ ઘેરું બનવા લાગ્યું છે. રશિયન અધિકારીઓએ તાજેતરના હુમલાના પરિણામો પર તાત્કાલિક ટિપ્પણી કરી નથી. રશિયા વિશ્વનો બીજા સૌથી મોટો તેલ નિકાસકાર દેશ છે, પરંતુ માંગમાં વધારો અને યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે તાજેતરના અઠવાડિયામાં ગેસોલિનની અછત સર્જાઈ છે. આના કારણે દેશના કેટલાક પ્રદેશોમાં ઇંધણ સ્ટેશનો પર ઇંધણની અછત સર્જાઈ છે અને ડ્રાઇવરોને લાંબી લાઇનોમાં રાહ જાવી પડી છે.અછતને દૂર કરવાના પ્રયાસરૂપે, રશિયાએ ગેસોલિન નિકાસ પર પ્રતિબંધ મૂક્્યો છે. અધિકારીઓએ બુધવારે ૩૦ સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ પ્રતિબંધ અને ૩૧ ઓક્ટોબર સુધી વેપારીઓ અને મધ્યસ્થીઓને અસર કરતા આંશિક પ્રતિબંધની જાહેરાત કરી છે.