અમેરિકાના વૌકેશામાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ક્રિસમસ પરેડમાં સામેલ થયેલા લોકો અડફેટે લઈ લીધા. પોલીસે જણાવ્યાં મુજબ આ ઘટનામાં ૫ લોકોના મોત થયા છે જ્યારે ૪૦ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓ વૌકેશાના મિલ્વોકીમાં ઘટેલી આ ઘટના અંગે તપાસ કરી રહ્યા છે.
અત્રે જણાવવાનું કે આ ઘટના સાંજે ૪.૩૦ વાગે (ભારતીય સમય મુજબ ૨૨.૩૦) ઘટી. તે વખતે વૌકેશના મિલ્વોકીમાં મોટી સંખ્યામાં લોકો વાર્ષિક સમારોહ જોવા આવ્યા હતા. પોલીસ પ્રમુખ ડેન થોમ્પસને પત્રકારોને જણાવ્યું કે એક લાલ રંગની એસયુવી ક્રિસમસ પરેડમાં ઘૂસી ગઈ. આ દરમિયાન કારે ૨૦થી વધુ લોકોને ટક્કર મારી જેમાં કેટલાક બાળકો પણ સામેલ હતા. ઘટનામાં અનેકના મોત થયા જ્યારે કેટલાક ઘાયલ થયા. જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે કહ્યું કે સંદિગ્ધ વાહન જપ્ત કરાયું છે અને મામલે તપાસ ચાલુ છે. કારમાં બેઠેલા વ્યક્તિની અટકાયત કરી લેવાઈ છે. તેની પૂછપરછ ચાલુ છે. આ કામ તેણે જોણી જોઈને કર્યું કે તેનાથી ભૂલથી થયું તે હાલ કહેવું મુશ્કેલ છે.
પોલીસે લોકોને ઘટનાસ્થળે ન જવાની અપીલ કરી છે. ઘટનાના વીડિયોમાં એક કાર બેરિકેડ્‌સ તોડીને પરેડ કાઢી રહેલા લોકોને ટક્કર મારી આગળ ધસતી જોવા મળી રહી છે. અત્રે જણાવવાનું કે કેટલીક છોકરીઓ ગ્રુપમાં સાંતા ક્લોઝની હેટ પહેરીને ડાન્સ કરી રહી હતી. આ બધા વચ્ચે એક પૂરપાટ ઝટપે આવી રહેલી કારે ટક્કર મારી દીધી. વીડિયોમાં એક મહિલા બૂમો પાડતી પણ જોવા મળે છે. છોકરીઓનું મા‹ચગ બેડ મધુર ધુન બજોવી રહ્યું હતું જે કારની ટક્કર બાદ ખૌફનાક ચીસોમાં ફેરવાઈ ગયું.
રિપોર્ટ મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં ૫ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ૪૦ લોકો ઘાયલ થયા છે. ફાયર પ્રમુખ સ્ટીવન હોવર્ડે કહ્યું કે ૧૨ બાળકો સહિત ૨૩ લોકોને છ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માતમાં એક કેથોલિક પાદરી પણ ઘાયલ થયા છે. અટોર્ની જનરલ જોશ કૌલે કહ્યું કે વૌકેશામાં જે થયું તે ખુબ જ દુઃખદ છે. હું ખાતરી અપાવું છું કે જે પણ જવાબદાર હશે તેને સજો થશે. પોલીસ અધિકારી ડેન થોમ્પસને કહ્યું કે પોલીસ ટીમે બેકાબૂ કારને રોકવા માટે ફાયરિંગ પણ કર્યું હતું પરંતુ તે બેરિકેડ્‌સ તોડીને ભીડ સુધી પહોંચી ગઈ અને લોકોને કચડી નાખ્યા.