યુએસ અને ઈરાન વચ્ચે સમાધાનની આશા વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં સકારાત્મક ભાવના જાવા મળી. અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે,બીએસઇ સેન્સેક્સ ૬૩૯.૪૨ પોઈન્ટ (૦.૮૩%) વધીને ૭૭,૩૦૩.૬૩ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૧૯૪.૭૫ પોઈન્ટ (૦.૮૧%) વધીને ૨૪,૦૯૨.૭૦ પર બંધ થયો. ગયા સપ્તાહના છેલ્લા ત્રણ સત્રોમાં નોંધપાત્ર ઘટાડા બાદ આજે બજાર વધારા સાથે ખુલ્યું.
આજે, સેન્સેક્સના ૩૦ માંથી ૨૩ શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીના ૭ શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા. દરમિયાન, નિફ્ટી ૫૦ માંથી ૩૯ શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીના ૧૧ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં, સન ફાર્માના શેર આજે સૌથી વધુ ૭.૦૩ ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે એક્સસ બેંકના શેર સૌથી વધુ ૨.૯૫ ટકા ઘટ્યા.
રિલાયન્સ અને અદાણી પોર્ટ્‌સ સહિત આ શેરોમાં ઉછાળો જાવા મળ્યો. સેન્સેક્સના અન્ય શેરોમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૧૯ ટકા, અદાણી પોર્ટ્‌સ ૨.૬૦ ટકા,એનટીપીસી ૨.૫૬ ટકા, ટેક મહિન્દ્રા ૨.૪૬ ટકા,ટીસીએસ ૨.૨૩ ટકા,એચસીએલ ટેક ૨.૨૨ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૨૦ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૧.૬૨ ટકા, ઇન્ફોસિસ ૧.૬૧ ટકા, ટાટા સ્ટીલ ૧.૫૨ ટકા, પાવરગ્રીડ ૧.૪૯ ટકા, મારુતિ સુઝુકી ૧.૩૧ ટકા,એલએન્ડટી ૧.૦૫ ટકા, ઈન્દિગો ૦.૯૪ ટકા, ટાઇટન ૦.૯૨ ટકા, એસબીઆઇ૦.૮૬ ટકા,આઇટીસી ૦.૮૦ ટકા,એચડીએફસી બેંક ૦.૬૮ ટકા, ભારતી એરટેલ ૦.૨૩ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૨૨ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૦.૦૩ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૦૨ ટકા વધ્યા. બંધ થયા.
બીજી તરફ,બીઇએલ ના શેર ૧.૮૦ ટકા, ટ્રેન્ટ ૧.૦૮ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૭૦ ટકા,હિન્દુસ્તાન યુનિલિવર ૦.૧૫ ટકા અને બજાજ ફિનસર્વ ૦.૦૨ ટકા ઘટ્યા હતા.