યુએઈના રાસ અલ ખૈમાહ તટ પર એક વિમાન દુર્ઘટનામાં ભારતીય મૂળના ડાક્ટર સહિત બે લોકોના મોત થયા હતા.યુએઈની જનરલ સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દુર્ઘટનામાં પાઈલટ અને કો-પાઈલટ બંનેના મોત થયા છે.
તમને જણાવી દઈએ કે આ વિમાન દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સુલેમાન અલ મજીદ એક પાકિસ્તાની મહિલા સાથે પ્લેનમાં કો-પાઈલટ હતા. સુલેમાન અને તેના પરિવારે નવા વર્ષની ઉજવણી માટે પ્લેન ભાડે લીધું હતું. અહેવાલો અનુસાર, તેમના પરિવારના સભ્યો ફ્લાઈટ જોવા એવિએશન ક્લબ ગયા હતા.
સુલેમાન અલ મજીદ, યુકેમાં કાઉન્ટી ડરહામ અને ડા‹લગ્ટન એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના ક્લીનિકલ ફેલો, તેમની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, બ્રિટિશ મેડિકલ એસોસિએશન સાથે પણ સંકળાયેલા હતા. તેમણે બીએમએના માનદ સચિવ અને ઉત્તરીય નિવાસી ડાક્ટરોની સમિતિના સહ-અધ્યક્ષ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે જુનિયર ડાક્ટરોના અધિકારો અને વાજબી પગારની હિમાયત કરી હતી.
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુલેમાનના પિતાએ આ મામલે જણાવ્યું કે અમે નવા વર્ષની રાહ જોઈ રહ્યા હતા. અમે પરિવાર સાથે ખુશહાલ સમય વિતાવવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ આ અકસ્માત પછી અમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેણે આગળ કહ્યું કે સુલેમાન અમારા જીવન અને પરિવારનો પ્રકાશ હતો, અમને સમજાતું નથી કે તેમના વિના અમે કેવી રીતે આગળ વધીશું.
નોંધનીય છે કે, રવિવારે આ દુર્ઘટના કોવ રોટાના હોટેલ નજીક બીચ પર ફ્લાઈટના ઉડાન પછી તરત જ થઈ હતી. એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે એરક્રાફ્ટનો રેડિયો સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારબાદ તેણે ઈમરજન્સી લેન્ડીંગનો પ્રયાસ કર્યો હતો. જોકે, બંને મુસાફરોને ગંભીર ઇજા થતાં તેમનું મોત નિપજ્યું હતું.