યુએઇ ખાતેના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરને ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમા જોહેર જનતા માટે ખુલ્લું મુકવામા આવશે તેમ યુએઇ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધીરે જણાવ્યું હતું.આ મંદિરના બીજો માળનો શિલાન્યાસ કરવાની ધાર્મિકવિધિ મહાપીઠ પૂજનવિધિ દરમિયાન ભારતીય રાજદૂતે જણાવ્યું હતું કે આ મંદિર લોકોના પ્રેમ અને સામુહિક આકાંક્ષાની ગાથા છે.જે વિવિધ સમુદાય વચ્ચે સંવાદિતતાની ગાથા છે.
આ મંદિર ફેબ્રુઆરી ૨૦૨૪માં ખુલ્લુ મૂકવામાં આવશે.દુબઈ-અબુ ધાબી હાઇવે પરના અબુ મુરેખાહ ખાતેના નિર્માણાધિન મંદિર ખાતે તેમણે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક દિવસ છે.રાજવી પરિવાર,પ્રેસિડન્ટ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ નાહ્યાન,ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સદભાવનાને કારણે આ ભવ્ય કાર્ય થયું છે.જેની મહાપીઠ પૂજનવિધિમાં બીએપીએસ હિન્દુ મંદિરના પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીની આગેવાની હેઠળ સેંકડો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.આ મંદિર ઓછામાં ઓછા ૧,૦૦૦ વર્ષ સુધી અડીખમ રહેવાની ધારણા છે.
બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માણ માટે ભારતથી પિન્ક સ્ટોન લાવવામાં આવ્યા હતા.મંદિરનું નિર્માણ પ્રાચીન હિન્દુ શિલ્પશાસ્ત્ર મુજબ કરવામાં આવ્યું છે જે મંદિર ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાની ઝાંખી કરાવે છે.આ સિવાય મંદિર સંકુલમાં વિઝિટર સેન્ટર,પ્રાર્થનાખંડ,લાઇબ્રેરી,ક્લાસરૂમ,કમ્યુનિટી સેન્ટર,એમ્ફીથીયેટર,ક્રિડાંગણ,ગાર્ડન,બુક્સ એન્ડ ગિફ્ટ શોપ,ફૂડ કોર્ટ અને બીજી અનેક સુવિધાઓ છે.