કેદારનાથ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા ધોડા ખચ્ચરોની કોઇ ચિંતા કરતું નથી અને ન તો તેમના માટે કોઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી અને ન તો તેમના મૃત્યુ થયા બાદ વિધિવત અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે.કેદારનાથ પગપાળા માર્ગ પર ધોડા ખચ્ચરોના મૃત્યુ બાદ માલિક અને હોકર તેમને ત્યાં જ ફેંકી દે છે.જે સીધા મંદાકીની નદી પડીને નદીને પ્રદુષિત કરી રહ્યાં છે. જેને કારણે કેદારનાથમાં મહામારી ફેલાવી શકે છે એ યાદ રહે કે અત્યાર સુધી એક લાખ ૨૫ હજોર તીર્થયાત્રી ધોડા ખચ્ચરોથી પોતાની યાત્રા કરી ચુકયા છે
જમીનથી ૧૧૭૫૦ ફુટની ઉચાઇ પર આવેલ કેદારનાથ સુધી પહોંચવા માટે બાબા કેદારના ભકતોને ૧૮થી ૨૦ કિમીનું અંતર નક્કી કરવાની હોય છે આ અંતરને યાત્રીને ધામ પહોંચાડવામાં ધોડા ખચ્ચર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે પરંતુ આ જોનવરો માટે ભરપેટ ચણા,ભુસા અને ગરમ પાણી પણ મળી રહ્યું નથી તમામ દાવાઓ છતાં પગપાળા માર્ગ પર એક પણ સ્થળે ધોડા ખચ્ચર માટે ગરમ પાણી નથી
બીજી તરફ સંચલક અને હોકર રૂપિયાની કમાણી માટે ધોડા ખચ્ચરોથી એક દિવસમાં ગૌરીકુંડથી કેદારનાથના ૨થી ૩ ચકકર લગાવી રહ્યાં છે અને રસ્તામાં તેમને જરા પણ આરામ મળી રહ્યો નથી જેને કારણે તે થાકી જોય છે અને તેમના દર્દનાક મોતનો શિકાર થઇ રહ્યાં છે.
આંકડા બતાવે છે કે ફકત ૧૬ દિવસોમાં ૫૫ ધોડા ખચ્ચરોના પેટમાં તેજ દર્દ ઉઠવાથી મોત થયા છે જયારે ચાર ધોડા ખચ્ચરોના પડી જવાથી એકનું પથ્થરની ચપેટમાં આવવાથી મોત થયા છે આમ છતાં ધોડા ખચ્ચરો માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી