યમુનાનગરના રાદૌર વિભાગના ખેડી લાખા સિંહમાં બાઇક પર સવાર માસ્ક પહેરેલા લોકોએ ત્રણ યુવકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં યુપીના મખમુલપુરના રહેવાસી પંકજ મલિક, ગામ ગોલનીના રહેવાસી વીરેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઉનહેડી ગામના અર્જુનની હાલત ગંભીર છે અને તેને સારવાર માટે શહેરની ગાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે લગભગ પાંચ માસ્ક પહેરેલા લોકો બે બાઇક પર આવ્યા હતા. ખેડી લાખા સિંહમાં પાવર જીમમાંથી બહાર આવતાં જ માસ્ક પહેરેલા શખ્સોએ ત્રણેય યુવકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો અને કારમાં બેસીને જવા લાગ્યા હતા. દરમિયાન માસ્ક પહેરેલા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
માસ્ક પહેરેલા શખ્સોએ ૫૦થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેના કારણે મૃતક યુવકની છાતી સંપૂર્ણપણે ગોળીઓથી છલકી ગઈ હતી. બીજી તરફ એસપી રાજીવ દેશવાલે ગાબા હોÂસ્પટલ પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એસપીના જણાવ્યા અનુસાર, માસ્ક પહેરેલા લોકોને પકડવા માટે તરત જ ટીમો બનાવવામાં આવી છે. આ મામલો પણ ગેંગ વોર સાથે જાડાયેલો હોવાનું જણાય છે.