મનુષ્ય શાંતિની શોધમાં હોય ત્યારે મનને નીરવ કરવા, આત્મશુદ્ધિ કરવા માટે મૌન ધારણ કરે છે. મૌન આત્માનું આભૂષણ છે. મૌનની અંદર પહાડોને ભસ્મીભૂત કરવાની, ઓગાળવાની અસીમ તાકાત હોય છે. ઘણી વખતે પરિવારમાં મોભી વ્યક્તિ મૌન ધારણ કરી દે તો સમજવુ કે ઘરના બધા સભ્યો નાસીપાસ થઈ જશે. જે કામ બોલવાથી ના થાય તે મૌન ધારણ કરીને પાર પાડી શકાય છે. મૌન ધારણ કરવાથી આત્મ શુદ્ધિકરણ અને આંતરિક ઊર્જા વિકાસ કરે છે.
સંસ્કૃતમાં એક શ્લોક છે. “મૌનમ્‌ સર્વાર્થ સાધનમ્‌”. એટલે કે મૌન એ સૌથી શ્રેષ્ઠ સાધના છે. મૌન એ ખુબ જ મોટી અને અઘરી સાધના છે. મૌન માત્ર આંતરિક ઊર્જાની બચત નથી કરતું, આપણી અંદર નવીન ઊર્જાનો સંચાર પણ કરે છે. ગુસ્સો, આવેશ, વેર, દ્વેષ, પ્રપંચ, પાપાચાર જેવી નકારાત્મકતાઓ નષ્ટ કરે છે. જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે મૌન આપણને ગુસ્સો ભૂલવામાં
આભાર – નિહારીકા રવિયા તથા પરિસ્થિતિના દરેક પાસાઓને પારખવામાં મદદરૂપ થાય છે. માનસિક સુખની પ્રાપ્તિ કરાવે છે. મૌન જીવનમાં સકારાત્મક્તા લાવવા માટે ખુબ મહત્વનો ભાગ ભજવે છે. આપણી વિચારશક્તિને સશક્ત બનાવે છે. આપણને નિયમિત અને શિસ્તબદ્ધ બનાવે છે. આપણી અંદર આત્મવિશ્વાસની વૃદ્ધિ કરે છે. મૌનએ વ્યક્તિને શ્રેષ્ઠ શ્રોતા બનાવે છે, જે શ્રેષ્ઠ શ્રોતા હોય તે જ વિદ્વાન બની શકે છે અને કહેવાય છે કે જે વ્યક્તિ વિદ્વાન હોય છે એ હંમેશા વધુ પડતું બોલવા કરતાં પોતાના કર્મોથી પોતાની વિદ્વતા સાબિત કરવામાં વધુ માને છે. આવા લોકો જરૂર સિવાય ક્યારેય શબ્દોનો પ્રયોગ કરતાં નથી, મૌન રહે છે. અને એટલે જ તેઓ સફળતાની ઊંચાઈએ બિરાજે છે. મૌનના સ્વાસ્થયલક્ષી લાભ પણ છે. મૌન એટલે યોગની ઉત્તમ સાધના. આ મૌન અને શાંત ચિત્તે માત્ર પ્રભુ સ્મરણ કરવાથી ઉચ્ચ રક્તચાપ એટલે કે હાઈ બ્લડપ્રેશરની તકલીફમાં પણ ઘણો ફાયદો થાય છે. મૌન દ્વારા મનને શાંત અને પ્રફુલ્લિત કરી શકાય છે અને એના કારણે લોહીની ઉણપ પણ શરીરમાંથી દૂર કરી શકાય છે. મૌનથી ગંભીર બીમારીઓ ભલે દૂર ન થાય પણ રાહત ચોક્કસ અપાવે છે. આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી આપણને એક નવી જ સ્ફૂર્તિ પ્રદાન કરે છે. આપણી અંદર કોઈપણ ગંભીર બીમારી સામે લડવાની શક્તિનો સંચાર કરે છે. કહેવાય છે કે ઓછું બોલનાર અને મૌનનો નિયમ પાળતા લોકો નીરોગી અને લાંબુ જીવે છે.
ઋષિમૂનિઓએ મૌન વિશે જણાવતા કહ્યું છે કે મૌન એટલે બોલવું નહીં, વાંચવું નહીં, કોઈ ઈશારા નહીં, કોઈ વિચાર નહીં, કોઈ પરિસ્થિતિ સર્જાય તોય પ્રતિક્રિયા નહીં. જ્યાં બેઠા છો બસ ત્યાં જ બેસી રહેવાનું અને એ પણ શૂન્યમનસ્ક. આ છે ખરું મૌનવ્રત.
આજના સમયમાં આવી આકરી સાધના શક્ય છે ખરી? આપણે કહીશું, ના શક્ય નથી. પણ હકીકતમાં શક્ય છે. બીજું કંઈ નહીં પણ પોતાની જીભ પર નિયંત્રણ રાખવું તો ચોક્કસ શક્ય છે જ. આપણા રોજીંદા જીવનમાં આખો દિવસ નહિ તો દિવસનો અમુક સમય જેમ કે જમતી વખતે, સવારે ઉઠ્‌યા પછી એકાદ કલાક, એ રીતે મૌન રહેવાનો નિયમ પાળી જ શકાય. શક્ય હોય તો મૌન દરમિયાન ખાવા-પીવાનું પણ ટાળી શકાય. હવે મૌન ધારણ કરવા માટે સૌથી ઉત્તમ સમય કયો? તો જવાબ છે પ્રાતઃકાળનો. પ્રાતઃકાળ એટલે કે સવારના સમયે મૌન ખુબ જ ફળદાયી રહે છે. કારણ કે સવાર સવારમાં આપણું મન બાહ્ય નકારાત્મકતાથી દૂર હોય છે. એવા સમયે સકારાત્મક ઊર્જા વધારવામાં મૌન ખુબ જ ઉપયોગી બને છે. આપણું મન ખુબ જ ચંચળ છે. તેની વિચારયાત્રાને અટકાવવી અશક્ય છે. પણ સવારના સમયે તેની ગતિ ધીમી હોવાથી સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આ સમયે મૌનવ્રત શક્ય હોય છે અને ફળદાયી બને છે. ભલે એક જગ્યાએ બેસી ન રહી શકીએ. વાંચન ટાળી ન શકીએ. કોઈપણ પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપ્યા વિના ન રહી શકીએ પણ પોતાના શબ્દો પર તો નિયંત્રણ રાખી જ શકીએ. પેલી કહેવત છે ને, ‘ન બોલવામાં નવ ગુણ’. કોઈ વાર ચૂપ રહેવાથી પણ કેટલાય પ્રશ્નો ઉકેલાઈ જાય છે. સંબંધો સચવાઈ જાય છે. શબ્દો થકી સંબંધો બગડે એના કરતાં તો મૌન સારું જ ને! પણ હા, ક્યારે મૌન રહેવું અને ક્યારે બોલવું એનું જ્ઞાન પણ જરૂરી છે, કોઈ ખોટી વાત થતી અટકાવવા બોલવું તો પડે જ. વિરોધ કરવો જ પડે. એ વખતે મૌન ના રહેવાય.
મૌન એ વૈચારિક ક્ષમતાને મજબૂત બનાવે છે. સાધુ મહાત્માઓ અને સંતો પોતાની આંતરિક શક્તિથી સમાજને ઉપદેશ અને નૈતિકતામય જીવવા માટે મૌન થતી ઉપદેશ આપે છે. ગાંધીજી પણ અઠવાડિયામાં એક દિવસ મૌન પાળતા હતા. તેના કારણે તેઓ વિકટ પરિસ્થિતિમાં પણ સ્થિતપ્રજ્ઞ રહી શકતા હતા. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨