જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો એટલે ઠંડી જતી રહેશે એવું ન માનતા. કારણ કે, ઠંડીના અત્યાર સુધીના સૌથી મોટા રાઉન્ડની અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાતે કહ્યું કે, હવે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, હાલ કમોસમી વરસાદને કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાદળો હટતા હાડ થીજાવતી ઠંડી પડશે. હજુ પણ બે થી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડી પડશે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દાંતીવાડા, ડીસા તથા પાલનપુરમાં લઘુત્તમ તાપમાન ૪ ડિગ્રી થશે પાટણ, સમી હારીજ તથા મહેસાણામાં લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી સુધી નીચું જશે સાબરકાંઠા અને અરવલ્લી માં પણ ઠંડી પડશે ગાંધીનગર તથા અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેશે ,મધ્ય ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રીથી નીચું જશે ,
અંબાલાલ પટેલે કહ્યું કે, હવે વાતાવરણમાં પવનની ગતિ વધવાની શક્્યતા રહેશે. ૨૭-૨૮ જાન્યુઆરી પશ્ચિમી વિક્ષેપ આવતા ઠંડીનું પ્રમાણ ઘટશે. ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા થશે. તો ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ કે છાંટા પડી શકે છે. રાજ્યમાં ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ૩ થી ૪ દિવસ પશ્ચિમી વિક્ષેપની અસર રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી વધશે. તો ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદની શક્યતા  રહેશે.