ચલાલા  પોલીસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એસટી ડેપોની દિવાલ પાસે એક મહિલા ત્રણ-ચાર કલાકથી બેઠેલા હોય અને રડતા હતા. તે મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા તે ગોંડલ તાલુકાના મોવિયા ગામના હોવાનું જણાવ્યું હતું. જેથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ત્યાં ગુમ થનાર મહિલા પ્રભાબેન દિનેશભાઈ આસોદરીયા(ઉં.વ.૩૪) રહે.મોવીયા ગુમ થયાની જાણવા જાગ રજીસ્ટર થયેલ હતી. જેથી ચલાલા પોલીસે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી પ્રભાબેનને તેમના ભાઈ સુનીલભાઈને પરત સોંપેલ હતા.