સાવરકુંડલાના મોલડી ગામે જૂના મનદુઃખમાં પ્રૌઢ પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે જોરૂભાઈ ઘોહાભાઈ ખુમાણ (ઉ.વ.૭૦)એ તેમના જ ગામના શીવરાજભાઇ હનુભાઇ ખુમાણ, મુન્નાભાઇ ઉર્ફે ખોડુભાઇ હનુભાઇ ખુમાણ, હનુભાઇ ગભાભાઇ ખુમાણ, મહેશભાઇ ધીરૂભાઇ ખુમાણ તથા નાગરાજભાઇ ખોડુભાઇ ખુમાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભાઇ બાબાભાઇના પ્લોટમાં એરટેલ કંપનીનો ટાવર નાખવાનો મંજૂર થયો હતો. પરંતુ આ ટાવર મુન્નાભાઈ ખુમાણને તેમના પ્લોટમાં નંખાવવો હોવાથી આ બાબતે આરોપીઓએ તેમની સાથે અગાઉ બોલાચાલી કરી હતી જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ એકસંપ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ કુહાડી, લાકડી તથા લોખંડનો પાઇપ જેવા હથિયારો ધારણ કરી સાહેદ જયદીપભાઇ તથા તેના મોટાબાપુ બાબાભાઇ બાઇક લઇને સાવરકુંડલા જવા નીકળતા હતા તે દરમિયાન આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી હથિયારો વડે માર મારી, તેમને માથામાં કુહાડી વડે ઇજા કરતા ચાર ટાંકા આવ્યા હતા. તેમજ શરીરે મુઢ ઇજાઓ કરી, ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.