મોરબી-માળીયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે . માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માતમાં એક ગાડીનું ટાયર ફાટતા બીજી ગાડી સાથે અથડાઇ, ત્યારબાદ કચ્છ તરફ જતા ટેમ્પો સાથે અથડાઇ હતી. જેમાં મોરબીના લોહાણા પરિવારના ચાર સભ્યો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. જ્યારે ૭ લોકો ઇજોગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ લોહાણા પરિવાર સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત રહ્યો હતો. આ અકસ્માતમાં રાજ્ય સરકારે મૃતકોને ચાર લાખની સહાય અને ઇજોગ્રસ્તોને રૂ. ૫૦ હજોરની સહાય જોહેર કરી છે.
મોરબી-માળીયા હાઇવે ઉપર અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે આવેલી હોટલ પાસે કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા મોરબીના વકીલ પીયૂષ રવેશિયાના માતા-પિતા અને તલાટી બહેનનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં મહેન્દ્ર પ્રાગજીભાઈ રવેશિયા, સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા, મહેન્દ્રભાઈના પુત્રી જિજ્ઞાબેન જિગરભાઈ જોબનપુત્રા અને જિજ્ઞાબેનના પાંચ વર્ષના બાળકનું તેમજ માધાપર કચ્છના ભુડિયા જોદવજીભાઈ રવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતમાં કારનું ટાયર ફાટયા બાદ સામે અન્ય એક કાર સાથે અકસ્માત થવાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરી પરત ફરી રહેલા કચ્છના પરિવારની ટેમ્પો ટ્રાવેલ્સ પણ અકસ્માતનો ભોગ બનતા ટેમ્પો ટ્રાવેલ્સમાં સવાર ૭ લોકોને ઇજોઓ પહોંચી હતી.મુખ્યમંત્રીએ આ મૃતકોને સરકાર તરફથી રૂ. ૪ લાખ અને ઇજોગ્રસ્તોને રૂ. ૫૦ હજોર સહાય આપવાની જોહેરાત કરી છે
મૃતકોના નામ ૧) મહેન્દ્રભાઈ પ્રગજીભાઈ રવેશિયા (ઉ.૭૩), રહે. કાલિકા પ્લોટ, મોરબી,૨) સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા (ઉ.૬૮), રહે. કાલિકા પ્લોટ, મોરબી,૩) જિજ્ઞાબેન ઘનશ્યામભાઈ જોબનપુત્રા (ઉ.૩૭), રહે. રામેશ્વર એપાર્ટમેન્ટ, મોરબી,૪) રિયાન્સ ઘનશ્યામભાઈ જોબનપુત્રા (ઉ.૨ વર્ષ), રહે. રામેશ્વર એપાર્ટમેન્ટ, મોરબી,૫) જોદવજીભાઈ રવજીભાઈ ભુડિયા (ઉ.૪૬) રહે. માધાપર ગામ, ભુજનો સમાવેશ થાય છે.