મોરબી જિલ્લા રાષ્ટ્રીય એકતા મંચનો આજે વાંકાનેર ખાતે સ્નેહમિલન અને કાર્યકર્તાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી સ્ટેટના યુવરાજ કેસરીદેવસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતા મંચના નવનિયુક્ત ૨૫ ગૌરક્ષા સેલના સભ્યોને સન્માન પત્ર અને ઓળખ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે ભાજપ અગ્રણી હિનાબેન રાખોલીયા,શાંતાબેન ધમ્મર, મોન્ટુબેન પાવ, અશ્વિનભાઇ માકડીયા,દયારામભાઈ પટેલ, કમલેશભાઈ દવે, રતિલાલ અણીયારીયા, ગણપતસિંહ ઝાલા, કાળુભાઈ પાંચીયા સહીત બહોળી સંખ્યામાં મોરબી- વાંકાનેર માલધારી સમાજના કાર્યકરો તેમજ અનેક હિંદુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.