(એ.આર.એલ),મોરબી,તા.૧૧
મોરબીમાં શેરબજારમાં રોકાણને નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઉમા ટાઉનશીપમાં આવેલ પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેષ ભાઈ નામના વ્યક્તિ સાથે ઠગાઈ થઈનામની વ્યÂક્ત સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીએ વોટ્સએપ નંબર અને બેન્ક ખાતા નંબર પરથી ઠગાઈ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આરોપીએ શેરબજારમાં સારો નફો આપવાનું કહીને આ છેતરપિંડી કરી હતી. શૈલેષભાઇ નારણભાઈ ઓધવીયાએ વોટસએપનંબર નંબર તેમજ બેક ખાતા નંબર પર થી ઠગાઈ થતા ફરિયાદ નોંધાવી હતી.ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટુ નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરવામાં આવી જેમાં આરોપીએ કુલ ૩ ૧૩,૭૫,૦૦૦ જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ ફરિયાદીના ભરેલ નાણા આજદીન સુધી પરત નહી આપી છેતરપીંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.આ અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે.