(એ.આર.એલ),મોરબી,તા.૬
મોરબી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરી એકવાર સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મોરબીમાં એક વેપારી યુવાને તેના પત્ની અને દીકરાએ પોતાના ફ્લેટમાં ઘરની અંદર ત્રણેયે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે.
મોરબીના વસંત પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટમાં સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વેપારી યુવાને તેના પત્ની અને દીકરાએ પોતાના ફ્લેટમાં ઘરની અંદર ત્રણેયે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે. આ તરફ અંગત કારણોસર પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોÂસ્પટલ ખસેડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ મૃતકમાં હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર ૫૬, વર્ષાબેન હરેશભાઈ કાનાભાઈ ૪૫ અને તેમના દીકરા હર્ષ હરેશભાઈ કાનાબાર ઉંમર વર્ષ ૨૧નું મોત નીપજ્યું છે. આ તરફ હવે સમગ્ર ઘટનાને પગલે એસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને ડેડબોડીને પીએમ અર્થે હોÂસ્પટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.